Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણના સંદર્ભે
જામનગર તા. ૨૦: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં ઈટ્રા જામનગર દ્વારા યોગ માટે વૈવિધ્યસભર સંયોગ સર્જાયો છે, અને ૪.૫ હજારથી વધુ લોકોને યોગાભિમુખ કરાયા છે. અને શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાયા છે.
૨૧ જૂન એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે છેલ્લાં ૧૨ વર્ષથી સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે. ધરતી પર, રણમાં, સમુદ્રમાં, યુદ્ધ જહાજો પર અને ટાપુઓ પર પણ યોગ દ્વારા સ્વાસ્થ્ય સમૃદ્ધિના મંત્રને કેન્દ્રમાં રાખી ઉજવણી થતી આપણે જોઈ છે. વિશ્વના માતબર લોકો તેમાં જોડાયા છે. આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા વિશ્વભરમાં આ ઉજવણી તો છેલ્લાં ૧૦૦ દિવસથી શરૂ કરવામાં આવી છે અને આ વર્ષે ૨૦૨૬માં સશક્ત આયુષ્ય માટે યોગ તેવી થીમ નિર્ધારિત કરવામાં આવી છે.
યોગ એટલે આયુર્વેદનું અમૃત અને તેમાંય જામનગર જ્યારે આયુર્વેદની જનક ભૂમિ સમાન માનવામાં આવી છે ત્યારે ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળ આયુર્વેદ શિક્ષણ અને સંશોધન સંસ્થાન (ઈટ્રા) જામનગર એ દેશનું આયુર્વેદ ક્ષેત્રનું એક માત્ર રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે. અહીં ઈટ્રામાં પણ ૧૦૦ દિવસ પૂર્વેથી આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
ઈટ્રા જામનગરના ડાયરેક્ટર પ્રો. ડો. તનુજા નેસરી જણાવે છે કે સૌ લોકો યોગ અભિમુખ બને યોગ થકી સમૃધ્ધ સ્વાસ્થ્ય બનાવે તે માટે કુલ ૧૧ જેટલા મોટા આયોજનો કરવામાં આવ્યાં હતાં. જેમાં યોગ વિષે વર્કશોપ, ડોકટરો માટે ઝ્રસ્ઈ, કોમન યોગ પ્રોટોકોલ ટ્રેનિંગ, નિઃશુલ્ક યોગ ક્લાસ, સામૂહિક યોગ ૩૬૫ અભ્યાસ, 'રન ફોર યોગ' રેલી, રાષ્ટ્રીય સ્તરે યોગ આધારિત વિવિધ સ્પર્ધાઓ (કાવ્ય/ગીત, પોસ્ટર, શ્લોક પઠન, રીલ મેકિંગ), પ્રસિદ્ધ સ્થળે યોગાભ્યાસ, વૃધ્ધાશ્રમ-શ્રમિકો-જેલના કેદીઓ-સુરક્ષાદળોના લોકો સાથે યોગાભ્યાસ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. વધુમાં તા. ૨૧ જૂને યોગ મહાસંગમ પણ ધન્વંતરી મેદાનમાં આયોજિત રહેશે.
સંસ્થાનની શૈક્ષણિક ટીવી ચેનલ આયુષ નેક્સ્ટ કમ્યુનિકેશન નેટવર્ક (એએનસીએન) પર પણ યોગ સાથે જોડાયેલા અનેક કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, યોગને દરેક ઘર સુધી લોકપ્રિય બનાવવા માટે આયુષ નેક્સ્ટ કમ્યુનિકેશન નેટવર્ક ચેનલ દ્વારા યોગ છે હુંથી હુંનું મિલન નામના ગીતનું ઑડિયો-વિડિયો નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો, સ્વર અને સંગીત પરિકલ્પના પ્રો. વૈદ્ય મનોજ નેસરીએ કરી છે, જે આયુષ મંત્રાલયમાં સલાહકાર તરીકે તેમજ અનેક પ્રતિષ્ઠિત પદો પર કાર્યરત રહી ચૂક્યા છે. વિડિયો બીઆઈએસએજી ગાંધીનગર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
સ્વાસ્થ્યવૃત (યોગ) વિભાગીય વડા વૈદ્ય. શાલિની મિશ્રા જણાવે છે કે ૨૧ જૂન એટલે ફક્ત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જ નહીં પરંતુ આજ દિવસે આંતરાષ્ટ્રીય સંગીત દિવસ છે ત્યારે યોગના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અને સંગીતનો સમન્વય સાધી યોગ ફ્યૂઝન પરફોર્મન્સ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં સંગીત સાથે સોલો અને ગ્રુપ પરફોર્મન્સ રજૂ કરવામાં આવે છે જેમાં યોગની વિવિધ મુદ્રાઓ દ્વારા સંગીતનો તાલમેલ કરી સરતરબોળ કારી દેનારી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવે છે. જે ૨૧ જૂને ધન્વન્તરિ મેદાનમાં રજૂ કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial