Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અંડર-૧ર ગર્લ્સની ટીમ ચેમ્પિયન અને અંડર-૮ બોયઝની ટીમ બની રનર્સ-અપઃ
રાજકોટના જીનિયર્સ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા 'જીનિયર્સ બેબીલીગ ફૂટબોલ ફેસ્ટ-ર૦ર૬' ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની ન્યુ ચેલેન્જર્સ ફૂટબોલ ક્લબ (એનસીએફસી) ના ટીનેજર્સ ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેનટની અંડર-૧ર ગર્લ્સ કેટેગરીમાં એનસીએફસીની ટીમ ચેમ્પિયન થઈ હતી, જ્યારે અંડર-૮ બોયસ કેટેગરીમાં એનસીએફસીની ટીમ રનર્સ અપ થઈ હતી અને જામનગરનું નામ રોશન કર્યું હતું. અંડર-૧ર ગર્લ્સ ટીમની ખેલાડીઓ કિંજલ, હેમાલી, સુહાની, શિલ્પા, દેવાન્ગી, હિરલ, જ્હાન્વી એમ. જ્હાન્વી પી. તથા અંડર-૮ બોયસ ટીમના ખેલાડીઓ દ્વિજ માધવાણી, હિતાર્થ, નેત્ર, અમોઘ, મંથન, ધિનંજ્યસિંહ અને ઈવાને રમતનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. અંડર-૧ર ગર્લ્સની ટીમ ફાઈનલ મેચમાં રાજકોટની ડીએલએસએસ ટીમને ર-૦ થી પરાજીત કરી ચેમ્પિયન બની હતી. જામનગરમાં ઓશવાળ સ્કૂલના મેદાનમાં એનસીએફસીના હેડ કોચ પૃવીરાજસિંહ જેઠવા, આસી. કોસ્ટ દક્ષરાજસિંહ જેઠવા તથા સંધ્યા શર્માએ તાલીમ સાથે માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial