Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બેભાન બની ગયેલા આરંભડાના પ્રૌઢનું મોતઃ
જામનગર તા. ૨૧: સલાયા પાસે સોડસલામાં એક મહિલાને ઉંઘની હાલતમાં ગળામાં સર્પ કરડી ગયા પછી તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. ભાણવડમાં વીજ આંચકો લાગતા વૃદ્ધા મોતને શરણ થયા છે. જ્યારે આરંભડાની સીમમાં એક પ્રૌઢ બેભાન બની ગયા પછી મૃત્યુ પામ્યા છે.
ખંભાળિયા નજીકના સલાયા પાસે સોડસલામાં રહેતા પૂનમબેન ચંદ્રકાંતભાઈ પરમાર (ઉ.વ.૪ર) નામના મહિલા ગયા શનિવારે રાત્રે પોતાના ઘરમાં સુતા હતા ત્યારે આ મહિલાને ગળાના ભાગે સર્પ કરડી ગયો હતો. આ મહિલાને સારવાર માટે ખંભાળિયા દવાખાને અને ત્યાંથી વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું મૃત્યુ થયું છે. પતિ ચંદ્રકાંતભાઈએ પોલીસને જાણ કરી છે.
ભાણવડના રણજીત પરામાં રહેતા શાંતિબેન અનંતભાઈ રાવલ (ઉ.વ.૭૦) નામના વૃદ્ધા બુધવારે બપોરે પોતાના ઘરે ઈલેકટ્રીક મોટરમાંથી નળી નીકળી જતા નળી ફીટ કરતા હતા. આ વેળાએ વીજ આંચકો લાગતા આ વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે.
મીઠાપુર નજીક આરંભડાની સીમમાં રહેતા અબ્બાસભાઈ દાઉદભાઈ બેતારા (ઉ.વ.પ૭) નામના પ્રૌઢ મંગળવારે સાંજે પોતાના ઘરે બાથરૂમ માટે ગયા ત્યારે બેભાન જેવી હાલતમાં ઢળી પડયા હતા. સારવારમાં લઈ જવાયેલા આ પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. જીન્નતબેન અબ્બાસભાઈએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial