Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડા ડીપ્લોમાં કોલેજમા વિદ્યાર્થીઓને સંવાદ-ગોષ્ઠી, પ્રશ્નોત્તરી દ્વારા કાઉન્સેલિંગ

જામનગર મેથ્સ ક્લબ દ્વારા ગણિત સેમિનારઃ

                                                                                                                                                                                                      

ફલ્લા તા. ૨૧: ક્રિષ્ના ઈન્સ્ટીટયુટ-જાંબુડા પાટિયા (ડીપ્લોમા કોલેજ) તરફથી કાઉન્સેલિંગ તથા જામનગર મેથ્સ ક્લબ દ્વારા ગણિત સેમિનાર યોજવામાં આવ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનાણીએ વક્તાઓનો પરિચય કરાવી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. ગવર્નમેન્ટ એપ્રુવ્ડ સાયકોલોજી કાઉન્સેલર ડો. હીનાબેન કાનાણી (ઈ.પ્રિ. શ્રી ઉમિયાજી મહિલા બી.એડ. કોલેજ-ધ્રોલ) એ કોલેજના વિદ્યાર્થીઓ સાથે આજના ભાગદોડ અને ટેન્શનના યુગમાં પ્રશ્નોત્તરી - સંવાદ-ગોષ્ઠી દ્વારા વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નો-સમસ્યાઓ અને હતાશા અંગે યોગ્ય કાઉન્સેલિંગ કર્યુ હતું.

અતિથિવિશેષ નિવૃત્ત પ્રિન્સિપાલ કેશુભાઈ ઘેટિયા (શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા - ગુજરાત રાજ્ય) એ પ્રોત્સાહિત પ્રવચન અને પ્રશ્નોત્તરી દ્વારા રેડક્રોસ સોસાયટી અને પ્રાથમિક સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. જામનગર મેથ્સ ક્લબના સ્થાપક ગણિતપ્રેમી રણછોડભાઈ પિત્રોડા (નિવૃત્ત એસબીઆઈ બેંક) એ ગણિતમાં મોટી સંખ્યાના વર્ગ, ગુણાકાર અને ભાગાકાર ઝડપથી કરવાની ટેકનિક્સ બોર્ડ પર કરાવી હતી.

અંતમાં અધ્યક્ષ સ્થાનેથી મોટીવેશનલ સ્પીકર ભગવાનજીભાઈ કાનાણીએ ભારતના મહાન ગણિતજ્ઞ શ્રી રામાનુજનની મહાન સિદ્ધિઓ અંગે ટૂંકુ પ્રવચન આપ્યું હતું. તેઓશ્રીએ પ્રશ્નોત્તરી અને સંવાદ-ગોષ્ઠી દ્વારા મેથ્સ પઝલ્સ, ગણિતના કોયડા અને ફૂટપ્રશ્નો બોર્ડ પર કરાવી પ્રોત્સાહિત કર્યા હતાં. દરેક વિદ્યાર્થીને ગણિત અને સામાન્ય જ્ઞાનનું સાહિત્ય આપવામાં આવ્યું હતું. સેમિનારના અંતે સંસ્થાના ડાયરેક્ટર ગીરધરભાઈ પનારાએ આભારદર્શન કર્યુ હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh