Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જંતર-મંતર પર સીજેપીના આંદોલન દરમિયાન ઘાયલ વિદ્યાર્થી સાહિલને લઈને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોેેંચ્યા એલઓપીઃ
નવી દિલ્હી તા. ૨૧: જંતર-મંતર પર સીજેપીના આંદોલન દરમિયાન પેલેટગનની ગોળીથી સાહિલ નામના આંદોલનકારી વિદ્યાર્થીની જમણી આંખની રોશની જતી રહી હોવાના આક્ષેપ સાથે સાહિલને લઈને સંસદમાર્ગ પોલીસ સ્ટેશન પહોંચેલા એલઓપી રાહુલ ગાંધી એફઆઈઆર નોંધાવાની માંગણી સાથે ધરણાં પર બેઠા છે, જ્યારે પોલીસે તપાસ ચાલુ હોવાનું રટણ કર્યું હોવાનું જાણવા મળે છે.
રાહુલ ગાંધી આજે જંતર-મંતર પ્રદર્શનમાં ઘાયલ વિદ્યાર્થી સાહિલને સાથે લઈને સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. તેમણે પેલેટ ગન મામલે કેસ દાખલ કરવાની માગ કરી, પરંતુ એફઆઈઆર દાખલ ન થતાં તેઓ પોલીસ સ્ટેશનની બહાર ધરણાં પર બેસી ગયા છે.
રાહુલે સંસદના ચોમાસુ સત્રમાં સીજેપીના સંસદ માર્ચમાં પેલેટ ગનના ઉપયોગના મુદ્દાને ઉઠાવ્યો હતો અને ગૃહમંત્રી અમિત શાહ પાસેથી જવાબ માંગ્યો હતો. જોકે, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ કહૃાું હતું કે પોલીસે ગોળીબાર કર્યો નથી.
ઉલ્લેખનિય છે કે, નીટ પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ વિરુદ્ધ સીજેપીનું જંતર-મંતર પ્રદર્શન ૨૦ જૂનથી શરૂ થયું હતું. એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે ભૂખ હડતાળ પણ કરી હતી. ૨૦ જુલાઈના 'સંસદ ચલો' દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ. ૨૫ જુલાઈએ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પ્રદર્શન સમાપ્ત થયું હતું.
રાહુલે જે વિદ્યાર્થીની ઈજા બતાવી છે. તેનું નામ સાહિલ લોચાબ છે. તે ૧૯ વર્ષનો છે અને દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના નજફગઢનો રહેવાસી છે. તેના પરિવારનો આક્ષેપ છે કે ૨૦ જુલાઈના રોજ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની પેલેટ ગનથી તેની જમણી આંખની રોશની જતી રહી હતી. એઈમસના જયપ્રકાશ નારાયણ એપેક્સ ટ્રોમા સેન્ટરમાં સર્જરી થઈ છે. પરિવારના જણાવ્યા અનુસાર, ડોકટરોએ કહૃાું છે કે ઘાયલ આંખની રોશની પાછી આવવાની માત્ર ૧% સંભાવના છે, કારણ કે આંખની કીકીને ગંભીર નુકસાન થયું છે.
સાહિલ દિલ્હી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ઓપન લર્નિંગનો વિદ્યાર્થી છે. તેની માતા જ્યોતિએ જણાવ્યું, 'તે પહેલા પણ સીજેપીના પ્રદર્શનમાં ગયો હતો. સોમવારે પણ તે એમ કહીને ગયો કે આ તેના માટે જરૂરી છે અને તેના અભ્યાસ સાથે જોડાયેલો મુદ્દો છે. તે હંમેશાં પોલીસ અધિકારી બનવા માંગતો હતો.'
રાહુલ ગાંધીએ સંસદમાં પોતાની સ્પીચમાં આરોપ લગાવ્યો કે દિલ્હીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન ગૃહમંત્રીએ ગોળી અને પેલેટ ગન ચલાવવાની મંજૂરી આપી. સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજુએ તેને ગંભીર અને પાયાવિહોણા આરોપ ગણાવતા રાહુલ પાસેથી માફીની માગ કરી.
રાહુલ ગાંધીએ એ પણ કહૃાું, 'મેં ઘણા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી. ખાસ કરીને લવલી નામની એક ૧૮ વર્ષની વિદ્યાર્થીની સાથે. વાતચીતનો હવાલો આપતા 'ઇડિયટ' અને 'અંધભક્ત' વાળા ઉદાહરણો તેમણે આપ્યા હતાં. સત્તા પક્ષે તેને અસંસદીય ગણાવ્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ આ શબ્દોને કાર્યવાહીમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે ગઈકાલે સંસદ માર્ચ દરમિયાન પોલીસ કાર્યવાહીના આરોપોની તપાસ માટે ૫ સભ્યોની ઉચ્ચ સત્તાવાળી સમિતિના નામોની જાહેરાત કરી હતી. સમિતિના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના પૂર્વ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીને બનાવવામાં આવ્યા છે. તેમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ રવિ શંકર ઝા, દિલ્હી હાઈકોર્ટના પૂર્વ જજ જસ્ટિસ શલિન્દર કૌર, સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટર ઋષિ કુમાર શુક્લા અને મેઘાલયના નિવૃત્ત ડીજીપી ડો. એલઆર બિશ્નોઈનો સમાવેશ થાય છે.
સુપ્રિમ કોર્ટમાં ૧૮ ઓગસ્ટે સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહૃાું હતું કે ૨૦ જુલાઈનો સંસદ માર્ચ ગેરકાયદેસર હતી. તેની મંજૂરી નહોતી. જંતર-મંતર પરના પ્રદર્શનમાં ઘણાં હિસ્ટ્રીશીટર પણ આવી ગયા હતા.
પોલીસે જણાવ્યું કે સંસદ માર્ચમાં પ્રદર્શનકારીઓએ બેરિકેડ તોડ્યા અને પોલીસ સાથે મારામારી કરી, જેના કારણે પ્રદર્શન શાંતિપૂર્ણ રહૃાું નહીં. પરિસ્થિતિને સંભાળવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ પ્રદર્શનકારીઓ પર જરૂરિયાત કરતાં વધુ બળનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો.
હવે રાહુલ ગાંધીના ધરણાં સંદર્ભે મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે ઘાયલ વિદ્યાર્થીની ફરિયાદ પોલીસે નોંધવી જ પડવી જ પડશે. અમે વિદ્યાર્થીના અવાજને દબાવા નહીં દઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial