Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા ભારતીય જનતા ૫ાર્ટી દ્વારા
દેશભરમાં ૮૦ મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ રાષ્ટ્રીયપર્વની અનોખી શૈલીમાં ઉજવણી કરાઈ હતી. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'અટલ ભવન' માં જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરીના અધ્યક્ષસ્થાને અને નાની ઉંમરે જિલ્લા કક્ષાએ ૩ વખત પ્રથમ ક્રમ મેળવનાર દિથ્યાબા નરેન્દ્રસિંહ પરમારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવો અને પદાધિકારીઓએ હર્ષોલ્લાસ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી વંદન કર્યા હતાં. સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી સૌએ એક અવાજે વિકસિત, આત્મનિર્ભર અને શક્તિશાળી ભારતના નિર્માણ માટે સહિયારો પુરૂષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે, "સ્વતંત્રતા એ માત્ર આપણો અધિકારી નથી, પરંતુ મહાન રાષ્ટ્રભક્તોના ત્યાગ અને બલિદાનથી પ્રાપ્ત થયેલી અમૂલ્ય ધરોહર છે. આવનારી યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, કર્તવ્યનિષ્ઠા અને દેશસેવાની ભાવના જાગૃત રાખવી એ આપણા સૌની પવિત્ર ફરજ છે." આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી સૌ દેશભક્તિના રંગે રંગાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial