Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લખતર પાસે અકસ્માતમાં ઘવાયેલા વૃદ્ધનું મોતઃ
જામનગર તા. ૨૧: જોડિયાના લખતર ગામના એક વૃદ્ધ સાડા ચારેક મહિના પહેલાં બાઈક સ્લીપ થતાં ઘવાયા હતા તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગઈકાલે ધ્રોલના સુધાધુના ગામથી સંગાડીયા ગામ વચ્ચે બાઈક સ્લીપ થતાં રોડ પર પછડાયેલા પરપ્રાંતીય શ્રમિક પર કાળનો પંજો પડ્યો છે.
જોડિયા તાલુકાના લખતર ગામના ગગુભાઈ ભૂરાભાઈ બોડા નામના સાંઈઠ વર્ષના વૃદ્ધ ગઈ તા.૩ એપ્રિલની સવારે જીજે-૧૦-સીબી ૪૫૪૯ નંબરના મોટરસાયકલમાં ઘરેથી વાડીએ જવા માટે નીકળ્યા હતા ત્યારે માર્ગમાં મોટરસાયકલ સ્લીપ થતાં રોડ પર પછડાયા હતા.
આ વૃદ્ધને માથા તથા મ્હોંના ભાગે ઈજા થતાં ધ્રોલ દવાખાને અને ત્યાંથી જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં લઈ જવાયેલા ગગુભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર વિપુલભાઈએ પોલીસને જાણ કરી છે.
ધ્રોલ તાલુકાના મજોઠ ગામની સીમમાં જયંતિભાઈ પટેલ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના સીદગાંવના વતની ભંગડાભાઈ મીચરીયાભાઈ મોહનીયા (ઉ.વ.૪૦) નામના યુવાન ગઈકાલે સાંજે એમપી-૬૯-એમઈ ૮૮૬૬ નંબરના મોટરસાયકલમાં સુધાધુના ગામથી સંગાડીયા ગામ તરફ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતાં રોડ પર પડી ગયા હતા. માથામાં ગંભીર ઈજા પામેલા આ યુવાનનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની કમલીબેને પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial