Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાનગી કંપનીની વીજ લાઈનનો વિરોધ
જામનગર તા. ર૧: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેતરોમાંથી પસાર કરાતી વીજ લાઈનના મુદ્દે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યાં છે.
સાત લોકોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યા હતાં. તેમાંથી એકની તબિયત લથડતા હોસ્પિટલમાં લઈ જવાયા છે. જોડિયા તાલુકાના વાવડી ગામમાં ખેડૂતોના ખાનગી કંપની દ્વારા વાડી-ખેતરમાંથી વીજ લાઈન પસાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેની સામે ખેડૂતો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. પરમ દિવસે આશરે ૭૫ જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. આ પછી ગામના સરપંચ ભાવેશભાઈ સહિતનાઓ દ્વારા સત્યાગ્રહ છાંવણી નાખી સાત ખેડૂતોએ આમરણાંત ઉપવાસ આંદોલનનો પ્રારંભ કર્યો છે. જેમાં નીરા મારાજની તબિયત લથડતા આજે તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. બીજી તરફ હજુ આંદોલન ચાલુ છે. ત્યારે હવે તે આવનાર દિવસોમાં કેવો વળાંક લેશે તેના ઉપર સૌ કોઈની મીટ મંડાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial