Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે
ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂના વેંચાણના કારણે કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અનેકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની સામે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ખાસ કરીને ભાજપ સરકાર સામે આ ધરણાં કરવામાં આવ્યા હતાં જેમાં આંદોલનકારીઓએ સૂત્રો લખેલા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતાં. રાજ્યના ગૃહમંત્રી રાજીનામું આપે, બૂટલેગરો પોલીસથી મુખ્યમંત્રી કાર્યાલય સુધી હપ્તા પહોંચાડે છે. નશાની વ્યાપારી ભાજપ હટાવો, ભાજપ જ દારૂના ધંધામાં ભાગીદાર એવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ પ્રદર્શિત કરાયા હતાં. ધરણાંના આ પ્રદર્શનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, કોર્પોરેટર સહારાબેન મકવાણા, પૂર્વ કોર્પોરેટરો કાસમભાઈ જોખિયા, રચનાબેન નંદાણિયા, આનંદ ગોહિલ, ઉપરાંત મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ સહિતનાઓ જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial