Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં લહેરાયો વિશાળ તિરંગો, ઝળક્યો દેશપ્રેમ

ભારત માતા કી જય, વંદેમાતરમ્ના નારા ગૂંજ્યાઃ

                                                                                                                                                                                                      

હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ભવ્ય તિરંગા યાત્રાઅું આયોજન કરવામાં આવ્યું હતું. 'તિરંગા યાત્રા'નો પ્રારંભ વર સાવરકર હાઈસ્કૂલથી કરવામાં આવ્યો હતો. યાત્રા સરદાર ચોક, મણિબજાર, હુસેની ચોક, રામ મંદિર શેરી, પોસ્ટ ઓફિસ શેરી, આંબેડકર ચોક અને રિવરફ્રન્ટ માર્ગે પસાર થઈ પૂર્ણ થઈ હતી. રાષ્ટ્રપ્રેમના ઉમંગ વચ્ચે યોજાયેલી આ તિરંગા યાત્રામાં સમગ્ર માર્ગ પર દેશભક્તિના ગીતો, ભારત માતા કી જય અને વંદે માતરમ્ના નારાઓથી વાતાવરણ દેશપ્રેમમય બની ગયું હતું. યાત્રા દરમિયાન તિરંગો હાથમાં લઈને નાગરિકોએ રાષ્ટ્ર પ્રત્યેની પોતાની અડગ શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી. યાત્રામાં વિશાળ તિરંગો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વિવિધ સ્થળોએ સ્થાનિક નાગરિકો દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય માર્ગો તિરંગાના રંગોથી શોભી ઊઠ્યા હતાં અને લોકોમાં રાષ્ટ્રપ્રેમનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં પ્રાંત અધિકારી સંજયસિંહ અસવાર, અગ્રણીઓ બિજરાજસિંહ જાડેજા, ચંદ્રેશ પટેલ, અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, હોમગાર્ડઝ, એનસીસી કેડેટ્સ, આગેવાનો તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh