Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના ભાઈનું પોલીસે નિવેદન નોંધ્યું:
જામનગર તા. ૨૧: ધ્રોલના લતીપર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા મૂળ દાહોદના એક શ્રમિકે પત્ની સાથે વિખવાદ થતાં ઝેરના પારખા કર્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.
ધ્રોલ તાલુકાના લતીપર-લાલપુર ગામમાં આવેલા મેપાભાઈ સવાભાઈ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડુમકા ગામના વતની પ્રદીપભાઈ કસનભાઈ પસાયા (ઉ.વ.ર૯) નામના શ્રમિકે ખેતરમાં રાખવામાં આવેલા દવાના ડબલામાંથી બુધવારે સાંજે દવાનો ઘૂટડો ભરી લેતા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન ગઈકાલે પ્રદીપભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના મોટાભાઈ વિનેશભાઈ પસાયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે તેઓનું નિવેદન નોંધતા ખૂલ્યા મુજબ પ્રદીપભાઈને તેમના પત્ની કમીબેન સાથે થોડા દિવસ પહેલાં કોઈ કામ બાબતે બોલાચાલી થઈ હતી. તે પછી આ દંપતી પાંચેક દિવસ માટે ડુમકા ગામ ગયું હતું. જ્યાં ફરીથી બોલાચાલી થતાં કમીબેન પોતાના ભાઈના ખેતરે ચાલ્યા ગયા હતા તેનું માઠું લાગી આવતા પ્રદીપભાઈએ બુધવારે સાંજે ઝેરના પારખા કર્યા હતા. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial