Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેશી દારૂ તથા આથો મળી આવ્યાઃ
જામનગર તા. ૨૧: જામનગરના દિગ્જામ સર્કલ તેમજ બાવરીવાસ વિસ્તારમાં ગઈકાલે સ્થાનિક પોલીસ તેમજ એલસીબી, એસઓજી ટીમે સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ યોજી હતી. જેમાં દેશી દારૂ, આથો ઝડપાયા હતા.
જામનગરના દિગ્જામ સર્કલ તેમજ બાવરીવાસ સહિતના વિસ્તારોમાં ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ એલસીબી, એસઓજી અને પેરોલ ફર્લો ટીમ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી.
ત્યાં જુદા જુદા સ્થળે દેશી દારૂનો વેપલો કરતા શખ્સોને ત્યાં પાડવામાં આવેલા દરોડામાં રૂ।.ર૮૪૦૦ની કિંમતનો ૧૪૨ લીટર દેશી દારૂ તથા રૂ।.૩૫ હજારની કિંમતનો ૬૦૦ લીટર આથો કબજે કરાયો હતો. જેનો સ્થળ પર નાશ કરાયો હતો. ડ્રાઈવમાં દારૂબંધી ભંગના ૧૭ કેસ નોંધાયા હતા, ૪૫ વાહન ચકાસવામાં આવ્યા હતા. તે ઉપરાંત મિલકત સંબંધી ગુન્હાના નવ જૂના આરોપી, દારૂબંધી ભંગના રપ આરોપી અને એક રીઢા આરોપીની પણ પૂછપરછ કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial