Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાગેશ્વર જયોર્તિર્લિંગના ટ્રસ્ટી-પૂજારી સામે આંગળી ચીંધાઈઃ
ઓખા તા. ૧: નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટીઓ સામેના એક પછી એક વિવાદો પ્રકાશમાં આવતા રહે છે. તે દરમિયાન એક આસામીએ બરડીયા ગામે આવેલી જમીનના બોગસ દસ્તાવેજો કરી ખરીદી કર્યા પછી વેચી નાખવાનું કૌભાંડ આચરવા અંગે એક ટ્રસ્ટી સામે કરેલી ફરિયાદનો કાનૂની જંગ ચાલી રહ્યો છે ત્યારે પોલીસ તપાસમાં અન્ય તથ્યો પ્રકાશમાં આવ્યા છે.
દ્વારકામાં ટાયર તથા બેટરીની દુકાન ચલાવતા ચેતન માલદેભાઈ ગોહેલ નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરમાં ટ્રસ્ટી છે. તેણે બરડીયામાં જમીન લેવા માટે તજવીજ કરી હતી. તે જમીનનો કેટલોક ભાગ તલાટી મંત્રી મુકેશ રાવલના પત્ની હર્ષિદાબેન માર્કંડરાય પંચોલી તથા રણછોડદાસ વિઠ્ઠલદાસ શર્માના નામે હતો. તે સોદો ગોઠવી આપવા બરડીયાના પૂર્વ સરપંચ વરપાભાઈએ કહ્યા પછી વરપાભાઈના પુત્ર અશોકે અન્ય જમીન માલિક રણછોડદાસની જમીનનો ડમી માલિક ઉભો કરી બોગસ આધાર કાર્ડના આધારે જામનગરના કિશોરગર હેમગર ગોસાઈ ઉર્ફે છોટુ મારાજનો સંપર્ક કરાવ્યો હતો.
તે પછી છોટુ મારાજે રણછોડદાસની જ ઉમરના જયેન્દ્ર શેઠ નામના માણસને શોધી તેને ડમી માલિક બનાવી બોગસ આધાર કાર્ડથી બાકીની પ્રક્રિયા પૂર્ણ કરી દસ્તાવેજ તૈયાર કરાવ્યો હતો. ચેતન ગોહિલે હર્ષિદાબેનવાળા દસ્તાવેજમાં જમીનની કિંમત ૧ લાખ ૪૦ હજાર અને રણછોડદાસવાળા દસ્તાવેજમા રૂ।.૧ લાખ ૫૦ હજાર દર્શાવી હતી. જ્યારે હકીકતમાં બંને જમીન ખરીદવા રૂ।.પ કરોડ જેટલી કિંમત ચૂકવાઈ હતી.
તે જમીન ખરીદવામાં પૈસા ઓછા પડતા ટ્રસ્ટી ચેતને નાગેશ્વર મંદિરના પૂજારી મહેન્દ્રભારથી પાસેથી રૂ।.૪૦ લાખ ઉછીના લીધા હતા અને તે જમીન ચેતને ખંભાળિયાના કારૂભાઈ પંડારીયાને રૂ।.પ કરોડ ૮૦ લાખમાં વેચી નાખી હતી. તેની જાણ થતાં મૂળ માલિક રણછોડદાસના વારસોએ વાંધા અરજી કરી હતી. તે ગ્રાહ્ય ન રહેતા હાલમાં સિવિલ કોર્ટમાં દાવો કરાયો છે. આમ ઉપરોક્ત પ્રકરણમાં નાગેશ્વર જયોર્તિર્લિંગ મંદિરના ટ્રસ્ટી અને પૂજારીની સંડોવણીથી છબી વધુ ખરડાઈ છે. વધુમાં જાણવા મળ્યા મુજબ છોટુ મારાજ આવી રીતે બોગસ દસ્તાવેજનો તખ્તો ગોઠવી રહ્યો છે ત્યારે આ શખ્સને પકડી પાડવા અને ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માગણી ઉઠી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial