Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૮પપ૦૦ લક્ષિત બાળકો
જામનગર તા. ૧: બાળકોને પોલીયોથી સંપૂર્ણ સુરક્ષા મળી રહે અને દેશને પોલીયો મુક્ત રાખવાના રાષ્ટ્રીય સંકલ્પને આગળ વધારવા મટો જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલ તા. ર૮ જુન, રવિવારના પાંચ વર્ષ સુધીના બાળકોને પોલીયોના ટીપાં પીવડાવવામાં આવ્યા હતાં.
જામનગરના પાનાવાડ આરોગ્ય કેન્દ્રમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જ્યાં મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી, શાસક પક્ષના દંડક પ્રવિણાબેન રૂપડીયા વિગેરેએ બાળકોને રસી પીવડાવી હતી અને બાકી રહી ગયેલા બાળકોને પણ આવરી લેવા આ કામગીરી ચાલુ રાખવામાં આવી છે. શહેરના ૧૬ વોર્ડના ૩૩૭ પોલીયો બુથ ઉપરાંત ૬૭૮ ઘર મુલાકાતની ટીમ, ૭૭ સુપરવાઈઝર ઉપરાંત આરોગ્ય કર્મચારીઓ, આશાવર્કર બહેનો, આંગણવાડી કાર્યકરો, સ્વયંસેવકો વિગેરે આ અભિયાનમાં જોડાયા હતાં. આ અભિયાનમાં ૬૯,૮પ,પ૦૦ બાળકોને આવરી લેવામાં આવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial