Advertisement
Author: નોબત સમાચાર

વિરમગામ-રાજકોટ-ઓખા રેલવે સેકશનના ૪૩૪ કિ.મી.માં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમ શરૂ

ટ્રેનોની ટક્કર અટકાવવા ઉપરથી સ્ટેન્ડસ્ટિલ પ્રોટેકશન સ્વયંભૂ એલર્ટ સિસ્ટમ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: વિરમગામરાજકોટઓખા રેલવે સેક્શન પર ૪૩૪ કિલોમીટરમાં સ્ટાન્ડર્ડ કવચ સિસ્ટમનું સફળ કમિશનિંગ થયું છે, જેથી રેલવે સુરક્ષાને નવી મજબૂતી મળી છે. કવચ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ છે. ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં સંપૂર્ણ વિકસિત કવચ પ્રણાલી લાગુ કરવાનો લક્ષ્યાંક છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલવે સુરક્ષા અને આધુનિક ટેકનોલોજી આધારિત ઓપરેશનના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ હાંસલ કરતા ૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ વિરમગામરાજકોટઓખા મુખ્ય રેલવે સેક્શન પર ૪૩૪ કિલોમીટરની લંબાઈમાં સ્ટાન્ડર્ડ કવચ (સ્ટાન્ડર્ડ કવચ) સિસ્ટમનું સફળતાપૂર્વક કમિશનિંગ પૂર્ણ કર્યું છે.

રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝન વાણિજ્ય પ્રબંધક  સુનીલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ ઉપલબ્ધિ સાથે રાજકોટ ડિવિઝનનો સમગ્ર વિરમગામરાજકોટઓખા મુખ્ય રેલવે સેક્શન હવે બ્લોક સેક્શનોમાં સ્ટાન્ડર્ડ કવચ સુરક્ષા પ્રણાલીથી સુરક્ષિત થઈ ગયો છે. આ ઉપલબ્ધિ રેલવે સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા, ઓપરેશનલ ક્ષમતા વધારવા અને અત્યાધુનિક ટેકનોલોજી આધારિત વિશ્વસનીય રેલ સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ તે સુરક્ષિત, સંરક્ષિત અને અકસ્માત રહિત રેલવે નેટવર્કના નિર્માણ તરફ ભારતીય રેલવેની પ્રતિબદ્ધતાને પણ દર્શાવે છે.

સ્ટાન્ડર્ડ કવચ એ ભારતીય રેલવે દ્વારા વિકસાવવામાં આવેલી એક અત્યાધુનિક સ્વદેશી ટ્રેન ટક્કર નિવારણ પ્રણાલી  છે, જે સંભવિત અકસ્માતોને રોકવામાં અને ટ્રેનોના સુરક્ષિત સંચાલનને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિસ્ટમ આધુનિક સિગ્નલિંગ ટેકનોલોજી અને ઓટોમેટિક સુરક્ષા તંત્ર દ્વારા રેલવે ઓપરેશનને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને કાર્યક્ષમ બનાવે છે.

ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયર  યોગેશ ગુપ્તા એ જણાવ્યું કે રાજકોટ ડિવિઝન દ્વારા સ્ટાન્ડર્ડ કવચ પ્રણાલી અંતર્ગત વિરમગામરાજકોટઓખા રેલવે સેક્શન પર કુલ ૨૯૫૦  ટ્રેકસાઇડ આરએફઆઈડી ટેગ લગાવવામાં આવ્યા છે, જે કવચ ૪.૦  ના ધોરણો અને વિશિષ્ટતાઓને સુસંગત છે.

સ્ટાન્ડર્ડ કવચ પ્રણાલી બ્લોક સેક્શનોમાં  મહત્વપૂર્ણ સુરક્ષા સુવિધાઓ પૂરી પાડે છે જેમ કે સામસામે ટ્રેનની ટક્કર  અટકાવવી ,  પાછળ થી થતી ટ્રેન ની ટક્કર અટકાવવી , અનિયંત્રિત રીતે ટ્રેન અથવા રેલ વાહન ના પાછળ ખસી જવા  સામે સુરક્ષા ,  ઉભેલી ટ્રેન ની સુરક્ષા માટે સ્ટેન્ડસ્ટિલ પ્રોટેક્શન, કોઈપણ અસામાન્ય પરિસ્થિતિમાં ટ્રેન અચાનક રોકાઈ જવા પર ઓનબોર્ડ કવચ પ્રણાલી દ્વારા આપમેળે એસઓએસ એલર્ટનું પ્રસારણ.

સ્ટાન્ડર્ડ કવચ પ્રણાલીનું આ કમિશનિંગ કવચ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો એક ભાગ છે. આગામી તબક્કાઓમાં લોકોમોટિવ (એન્જિન), સ્ટેશનો અને સિગ્નલિંગ સિસ્ટમ સાથેના સંપૂર્ણ એકીકરણ નું કામ કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ડિવિઝનમાં સંપૂર્ણ વિકસિત કવચ પ્રણાલીને ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં તબક્કાવાર રીતે પૂરી રીતે લાગુ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝન રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીના એ જણાવ્યું હતું કે, *વિરમગામરાજકોટઓખા સેક્શન પર સ્ટાન્ડર્ડ કવચ પ્રણાલીનું સફળ કમિશનિંગ રાજકોટ ડિવિઝનની સુરક્ષા યાત્રામાં એક ઐતિહાસિક સિદ્ધિ છે.

આ ઉપલબ્ધિ રેલવે સુરક્ષાને નવી ઊંચાઈઓ પર લઈ જવા અને અકસ્માતોને રોકવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સ્ટાન્ડર્ડ કવચ જેવી અત્યાધુનિક સ્વદેશી સુરક્ષા ટેકનોલોજીના માધ્યમથી રાજકોટ ડિવિઝન સુરક્ષિત, સંરક્ષિત અને વિશ્વસનીય રેલ સંચાલનની દિશામાં એક નવો માપદંડ સ્થાપિત કરશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh