Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રજાઅવેજીમાં ભણાવવું પડયું, તેની દાઝ માસુમ પર કાઢી?
જામનગર તા. ૧: જામનગરની શાળા નંબર-૧૯ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી બાળકને આચાર્યએ બે ફડાકા ઝીંકી દેતા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. બીજી તરફ શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીએ મોબાઈલ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. જ્યારે આમ આ મામલે આગામી સમયમાં નવાજુની થવાની સંભાવના છે.
જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-૧૯માં ધોરણ ૬ માં અભ્યાસ કરતા ધ્રુવ પ્રવીણભાઈ પાંડાવદરાને પરમ દિવસે શાળાના આચાર્ય રામભાઈ સોલંકીએ બે તમાચા ચોડી દીધા હતા. આ બનાવથી ગભરાઈ ગયેલા બાળકે પોતાના ઘરે માતા-પિતાને જાણ કરી ન હતી. પરંતુ આખી રાત ઊંઘ્યો ન હતો.
જ્યારે ગઈકાલે બાળકને કાનમાં દુખાવો થતાં તેના પિતાને વાત કરી હતી. પરિણામે પિતા પોતાના બાળકને સમાજના કેટલાક અગ્રણીઓને સાથે રાખીને હોસ્પિટલ પહોંચ્યા હતા. અને બાળકની સારવાર કરાવી હતી.
જ્યારે આ બાબતનું કારણ પૂછતા બાળકે જણાવ્યું હતું કે તેને લઘુ શંકા કરવા જવું હતું. અને ત્રણ વખત આચાર્યને પૂછવા છતાં જવાબ નહીં મળતા આચાર્યના ગોઠણમાં પોતાનો હાથ અડાડ્યો હતો. આથી ઉશ્કેરાઈ ગયેલા આચાર્ય એ બાળકને બે તમાચા ચોડી દીધા હતા.
શાળાના એક શિક્ષક રજા પર હોવાથી તેમના સ્થાને આચાર્ય એ અભ્યાસક્રમ ચલાવ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી.
બીજી તરફ ગઈકાલે પત્રકારો દ્વારા આ બનાવ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન અને શાસનાધિકારીને મોબાઈલ ફોન કરીને બનાવની જાણકારી મેળવવાનો પ્રયાસ કરતા બંને ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી ન હતી. હવે આ મામલે સમાજ દ્વારા ઉગ્ર રજૂઆતો થાય તેવા સંકેતો મળી રહૃાા છે. હવે જોવાનું એ રહે છે કે ઉચ્ચ અધિકારી દ્વારા આ આચાર્ય સામે પગલાં કેવા પ્રકારના પગલા ભરવામાં આવે છે. હાલ ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ કોઈ હરફ ઉંચારવા તૈયાર નથી.
જ્યારે આ અંગે બાળકના પિતા રજૂઆત અને ફરિયાદ કરવા માટે આચાર્ય સમક્ષ પહોંચ્યા ત્યારે આચાર્યએ તેમને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા હતા અને સીસીટીવી કેમેરા બાબતે પૂછપરછ કરતા કેમેરા બંધ હોવાનો જવાબ મળ્યો હતો. બાળકના વાલી એ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ બનાવ બન્યો ત્યારે આચાર્ય મોબાઇલ ફોનમાં રીલ જોવામાં મશગુલ હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial