Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિયર પરત ફર્યા પછી નોંધાવી ફરિયાદઃ
જામનગર તા. ૧: જામનગર તાલુકાના રામપર ગામના એક પરિણીતાએ રાજકોટમાં વસવાટ કરતા પતિ સામે ત્રાસ આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર તાલુકાના રામપર ગામમાં રહેતા રાધિકાબેન જગદીશભાઈ મકવાણા નામના પચ્ચીસ વર્ષના યુવતીના ત્રણેક વર્ષ પહેલાં રાજકોટના શાસ્ત્રીનગર મેઈન રોડ પર રામદેવપીર ચોકમાં રહેતા સાગર રમેશભાઈ મિયાત્રા સાથે લગ્ન થયા હતા.
લગ્ન પછી પતિ સાગરને દારૂનો નશો કરવાની આદત હોવાની રાધિકાબેનને જાણ થઈ હતી. તે ઉપરાંત રાધિકાબેનને સાસુ-સસરા પણ ત્રાસ આપતા હતા તેથી એકાદ વર્ષ પહેલાં રાધિકાબેન રિસામણે ચાલી આવ્યા હતા. ત્યારપછી સમાધાન થતાં સાગરભાઈ પત્નીને ફરીથી તેડી ગયા હતા. તે પછી પણ પતિએ હેરાન પરેશાન કરી ત્રાસ આપતા ફરીથી પિયર આવેલા રાધિકાબેને ગઈકાલે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial