Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીના હસ્તે આજથી ૭ જુલાઈ સુધી
જામનગર તા. ૧: ગાંધીનગરથી રાજ્યવ્યાપી 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું હતું. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં મેયર મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આજથી તા. ૭ જુલાઈ સુધી રાજ્યની ૧૨ હજારથી વધુ આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. તેના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી સમગ્ર રાજ્યમાં તા. ૧ જુલાઈથી તા. ૭ જુલાઈ સુધી 'નમો સ્વચ્છતા અભિયાન'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની જીએમઈઆરએસ મેડિકલ કોલેજથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ અભિયાન અંતર્ગત જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં મેયરશ્રી મોનિકા વ્યાસની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મેયરે જણાવ્યું હતું કે, સ્વચ્છતા માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. 'નમો સ્વચ્છતા અભિયાન' દ્વારા આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણનું નિર્માણ થશે, જે દર્દીઓ તેમજ તેમના સ્વજનો માટે અત્યંત લાભદાયી સાબિત થશે. સ્વચ્છ હોસ્પિટલએ ગુણવત્તાસભર આરોગ્ય સેવાનો પાયો છે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન માત્ર એક સપ્તાહ પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સ્વચ્છતાને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવવાનો સંકલ્પ છે. તમામ આરોગ્ય કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો આ અભિયાનમાં સક્રિય સહભાગી બને અને પોતાના કાર્યસ્થળ તથા આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવામાં યોગદાન આપવા મેયરે અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરની અંદાજે ૧૨,૦૦૦ જેટલી આરોગ્ય સંસ્થાઓમાં વિશેષ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય આરોગ્ય સંસ્થાઓમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવશે. આ દરમિયાન વિવિધ સંસ્થાઓમાં બંધ વાહનો, બિનજરૂરી મશીનોનો નિકાલ કરવો, ફર્નિચર, સમારકામ, બિલ્ડીંગોની સફાઇ હાથ ધરવામાં આવશે.
ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડાએ કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમમાં કલેકટર પી.બી. પંડયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, શાસક પક્ષના નેતા અમર મોદી, ડીવાયએસપી વી.કે.પંડયા, એમ.પી.શાહ મેડિકલ કોલેજના ડિન ડો. નંદિની દેસાઇ, જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. વિજય પોપટ, લગત વિભાગના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહૃાા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial