Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળા પ્રવેશોત્સવની ત્રિ દિવસીય ઉજવણી
ખંભાળીયા તા. ૧: સમગ્ર રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણના મહાયજ્ઞ ત્રિ દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો પ્રારંભ થયો છે. જેમાં કમિશનર ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ અને દેવભૂમિ દ્વારાકા જિલ્લાના પ્રભારી સચિવ ડો. ધવલકુમાર પટેલે દ્વારકા તાલુકાના ખતુંબા પ્રાથમિક શાળામાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ના ભૂલકાઓન્ે શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને ગામના સર્વે નાગરિકોને પોતાના દીકરા-દીકરીને કોલેજ સુધી શિક્ષણ પૂર્ણ કરાવવા માટે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. અક્ષરજ્ઞાનનો આરંભ કરનાર સર્વે ભૂલકાઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવીને તેમણે જીવનમાં શિક્ષણનું શું મહત્ત્વ છે તેની રસપ્રદ દૃષ્ટાંતપૂર્વક વાત કરી હતી. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી શાળા પરિસરની મુલાકાત લેવામાં આવી હતી તેમજ એસ.એમ.સી.ના સભ્યો સાથે બેઠક કરવામાં આવી હતી. આ તકે જિલ્લા કલેકટર રાજેશ તન્ના, જિલ્લા શિક્ષણાધિકારી એચ.આર. જાડેજા, ભૂસ્તરશાસ્ત્રી કે.જે. રાજપુરા, મામલતદાર અનિલ ભેડા સહિત એસ.એમ.સી. ના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial