Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાંથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે બે શખ્સની કરાઈ ધરપકડ

પંચાવન લીટર દેશી દારૂ સાથે એક ઝડપાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: જામનગરના ઓશવાળ સર્કલ તથા સાધના કોલોની પાસેથી ત્રણ શખ્સ ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે ઝડપાયા છે. મોડીરાત્રે દિગ્જામ સર્કલ નજીકથી સ્કૂટરમાં પપ લીટર દેશી દારૂ સાથે જઈ રહેલા એક શખ્સની ધરપકડ કરાઈ છે.

જામનગરના ઓશવાળ સર્કલ પાસેથી ગઈકાલે બપોરે પસાર થતાં સરદાર પાર્ક-૪માં રહેતા વિવેક હરીશભાઈ રાઠોડ નામના શખ્સને પેટ્રોલિંગમાં રહેલા સિટી એ ડિવિઝનના સ્ટાફે રોકાવી ચેક કરતા આ શખ્સ પાસેથી દારૂના બે ચપલા મળી આવ્યા હતા.

જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોનીના ૧ નંબરના ગેઈટ પાસેથી ઈંગ્લીશ દારૂના બે ચપલા સાથે મસીતીયા રોડ પર રહેતા હબીબ સલીમ ઓરમાનીયા તથા દરેડમાં રહેતા સુનિલસિંહ પ્રભાતસિંહ જાડેજા નામના બે શખ્સને પોલીસે પકડી લીધા છે.

જામનગરના દિગ્જામ સર્કલથી આગળ આવેલા પેટ્રોલપંપ નજીકથી ગઈરાત્રે જીજે-૧૦-ઈઈ ૪૨૭૨ નંબરના સ્કૂટરમાં પપ લીટર દેશી દારૂ સાથે જઈ રહેલા નવાગામ ઘેડના બાપુનગરવાળા યશપાલસિંહ કનુભા જાડેજાને પોલીસે પકડી લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh