Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે લોખંડની પટી ફટકારી દીધીઃ
જામનગર તા. ૧: જામનગરના સાત રસ્તાની ગોળાઈમાં જાડાના બિલ્ડીંગ પાસે ગઈકાલે સાંજે એસટીની એક બસ નજીકમાં ઉભેલી રિક્ષાને અડકી જતા ઉશ્કેરાયેલા એક શખ્સે બસ ડ્રાઈવર પર હુમલો કરી માર મારવા ઉપરાંત ફરજમાં રૂકાવટ કરતા તેની સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના સાત રસ્તા વિસ્તારમાં આવેલી જાડાની બિલ્ડીંગ પાસેથી ગઈકાલે સાંજે જુનાગઢના પુનીતનગર પાસે રહેતા નિલેશભાઈ મગનભાઈ બગડા નામના એસટી બસના ડ્રાઈવર જુનાગઢથી જામનગર રૂટની જીજે-૧૮-ઝેડ ૭ર૭૬ નંબરની બસ લઈને પસાર થતાં હતા.
આ વેળાએ ત્યાંથી નીકળેલી એક રિક્ષા સાથે બસ અડકી જતાં રિક્ષામાંથી ઉતરેલા સન્ની મકવાણા નામના શખ્સે રિક્ષા ઉભી રાખી ત્યાં જમીન પર પડેલા પથ્થર ઉપાડી બસ પર ઘા કરવા ઉપરાંત બસમાં ચઢી જઈ ડ્રાઈવર નિલેશભાઈને ફડાકા તથા લાતો ઝીંકી હતી અને ત્યાં પડેલી લોખંડની પટી ઉપાડી હાથમાં ફટકારી દીધી હતી.
આ બાબતની સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈ બગડાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હુમલા તેમજ ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial