Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાબાર્ડોઝ તા. રપઃ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝના યજમાન પદે રમાઈ રહેલ ટી-ર૦ ક્રિકેટ વર્લ્ડકપ ટુર્નામેન્ટમાં આજે સુપર-૮ ના અંતિમ મેચમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને પરાજીત કરતા અફઘાનિસ્તાનનો વટભેર સેમિફાઈનલમાં પ્રવેશ થયો છે અને તેની સાથે જ વર્લ્ડ કપની દાવેદાર ગણાતી મજબૂત ઓસ્ટ્રેલિયાનો સેમિફાઈનલમાં પ્રવેશ થવાની આશા ઉપર પાણી ફરી વળ્યું હતું અને ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ ગયું છે.
જો કે સુપર એઈટના મેચોમાં જ અફઘાનિસ્તાને ઓસ્ટ્રેલિયાને હરાવી મોટો અપસેટ સર્જી દીધો હતો.
આજે રમાયેલા મેચમાં અફઘાનિસ્તાનની ટીમ ર૦ ઓવરમાં પાંચ વિકેટે માત્ર ૧૧પ રન જ કરી શકી હતી, પણ તેની સામે બાંગ્લાદેશની ટીમ ૧૭.પ ઓવરમાં ૧૦પ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હવે ર૭ મી જૂને ગુરુવારે બન્ને સેમિફાઈનલ રમાશે. જેમાં પ્રથમ સેમિફાઈનલ મેચ ભારતીય સમય પ્રમાણે સવારે ૬ વાગ્યે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે જ્યારે બીજો સેમિફાઈનલ રાત્રે ૮ વાગ્યે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ તા. ર૯ મી જૂને રાત્રે ૮ વાગ્યે રમાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial