Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોઝારી ઘટનાને એક મહિનો પૂર્ણ થતા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિઃ જવાબદારો સામે કડક પગલાંની શક્તિસિંહ ગોહિલની માગણી
રાજકોટ તા. રપઃ રાજકોટના ટીઆરપી ઝોનના અગ્નિકાંડને એક મહિનો પૂરો થતા વેપારીઓએ દુકાન બંધ રાખીને મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન અપાયું હતું, તેથી ઘણી બજારો બંધ રહી હતી.
રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં તા. રપ-પ-ર૦ર૪ ના સર્જાયેલા માનવસર્જિત અગ્નિકાંડને મહિનો પૂરો થઈ રહ્યો છે ત્યારે મૃત્યુ પામેલા ર૭ થી વધુ લોકોને માસિક પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવાની સાથે પદાધિકારીઓ, મનપા સિવાયના અન્ય ખાતાના જવાબદારો સામે પગલાં લેવાની માગ સાથે કોંગ્રેસે આજે મંગળવારે રાજકોટ બંધનુ એલાન આપ્યું છે. કેટલીક બજારોના વેપારીઓએ મૃતાત્માઓની શાંતિ માટે અડધો દિવસ બંધ રાખી હતી.
મીડિયા અહેવાલો મુજબ બંધ પૂર્વે પોલીસ કર્મચારી એક વેપારી આગેવાનને ફોન કરીને તમામ વેપારીઓના નામ, સરનામા, નંબર સાથેની યાદી આપો તેમ કહેતા હોવાનો ઓડિયો વાયરલ થતા વિવાદ જાગ્યો હતો. જોડિયામાં પોલીસકર્મી વેપારીઓને ધરાર બંધ કરાવવા કોંગ્રેસ પ્રયાસ નથી કરતી તે કન્ફર્મ કરવા આ યાદી મંગાઈ રહ્યાનું જણાવે છે, ત્યારે વેપારી અમને કોઈએ કશું દબાણ કર્યું નથી તેમ જણાવે છે. આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયા હતાં અને રજૂઆત કરી હતી. રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે જણાવ્યું કે સરકારની સિટની તપાસમાં હરણીકાંડ હોય કે મોરબીનો ઝૂલતા પૂલ કે તક્ષશિલા અગ્નિકાંડ એકેયમાં લોકોને ન્યાય મળ્યો નથી. રાજકોટના અગ્નિકાંડમાં માત્ર ટીપીઓ સાગઠિયાને પકડ્યા પણ તેમના બોસને સરકાર છાવરી રહી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે આ અગ્નિકાંડમાં માત્ર મહાપાલિકાના અધિકારીઓની જ ધરપકડ કરાઈ છે. પોલીસ કે અન્ય ખાતાના અધિકારીઓ અને ખાસ કરીને પદાધિકારીઓને છાવર્યા છે. ટીપીઓ કે ફાયર ઓફિસરો શાસકપક્ષના બેકીંગ વગર આવું કરી શકે નહીં.
મીડિયા અહેવાલો મુજબ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન કોંગ્રેસ પ્રેરિત હોવાથી તેને ખુલ્લો ટેકો આપ્યો નથી, પરંતુ કોંગ્રેસને ચેમ્બરના સેક્રેટરીએ એક પત્ર લખી આપ્યો છે જેમાં વેપારીઓ અડધો દિવસ સ્વેચ્છાએ બંધ પાડે તેમ અપીલ કરાઈ છે.
મળતા અહેવાલો મુજબ ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, સોની બજાર, પેલેસ રોડ, ગુંદાવાડી, પારસી અગિયારી ચોક, મોટી ટાંકી ચોક, રૈયા રોડ, કોઠારિયા રોડ, ગોંડલ રોડ, મવડી રોડ સહિતના વિસ્તારોના વેપારીઓએ સંપૂર્ણ બંધ પાળી ગેમ ઝોનની આગકાંડના હતભાગીઓ-દિવંગતોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને કોંગ્રેસના બંધના એલાનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો.
બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પરેશ ધાનાણી, રાજુ ચાવડિયા, હબીબ ગનીભાઈ કટારિયા, ધારાસભ્ય જીક્ષેશ માવાણી, રણજીત મુંધવા સહિતના કોંગી આગેવાનો કાર્યકરો દ્વારા વેપારીઓને દુકાન બંધ રાખવા હાથ જોડી અપીલ કરી રહેલા પણ જોવા મળ્યા હતાં. એકંદરે રાજકોટ બંધની મિશ્ર પ્રતિભાવો મળ્યા હતાં તેમ કહી શકાય.
પિડીત પરિવારો સહિતના પ્રદર્શનકારીઓના કેટલાક વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં શસરકારના વિરોધમાં ઉગ્ર જનાક્રોશ જોવા મળી રહ્યો છે, અને સરકારને શરમ નથી, લાજવાના બદલે ગાજે છે, તેવા પ્રત્યાઘાતો સંભળાઈ રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial