Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઝાદી પછી આવતીકાલે અભૂતપૂર્વ મુકાબલોઃ
નવી દિલ્હી તા. રપઃ એનડીએના ઓમ બિરલા સામે કે. સુરેશને વિપક્ષે મેદાનમાં ઉતારતા દેશના ઈતિહાસમાં પહેલીવાર લોકસભા સ્પીકરની ચૂંટણી યોજાશે
આજે ૧૮ મી લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી એનડીએ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજુતી થઈ નથી. આ સાથે જ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે.
દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓમ બીરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે. સુરેશને આઈએનડીઆઈએ ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બન્ને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે આવતીકાલે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી થશે.
બીજેપી સાંસદ પંકજ ચૌધરી ઓમ બિરલાના પ્રસ્તાવક બની શકે છે. ઓમ બિલા થોડીવારમાં જ સ્પીકર પદ માટે નોમિનેશ ફાઈલ કરી શકે છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, 'રાજનાથસિંહે મલ્લિકાર્જુન ખડગે સાથે વાત કરી હતી. રાજનાથસિંહને કહ્યું છે કે અમે સ્પીકર પદ માટે તેમના ઉમેદવારને સમર્થન આપીશું, પરંતુ ડેપ્યુટી સ્પીકરનું પદ વિપક્ષ પાસે જવું જોઈએ.'
મોદી સરકારની પડખે ઊભું રહેતું
બીજુ જનતા દળ હવે ભાજપને રાજ્યસભામાં નહીં આપે સમર્થનઃ મોદી સરકાર ભીંસમાં
નવી દિલ્હી તા. રપઃ ભાજપને હવે કોઈ સમર્થન નહીં આપવાનો બીજેડીએ નિર્ણય કરતા રાજ્યસભામાં મોદી સરકારનું ટેન્શન વધ્યું છે. ચૂંટણી પરિણામો પછી બીજેડીએ હવે સંસદમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સામે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે.
ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપની જીત થઈ છે. ભાજપને બહુમતી સાથે રાજ્યમાં સરકારની રચના કરી છે, ત્યારે લાંબા સમયથી મુખ્યમંત્રી રહેલા બીજુ જનતા દળના વડા નવીન પટનાયક સત્તામાંથી બહાર થયા છે. સંસદમાં મોટાભાગના મામલામાં બીજેડી ભાજપની સાથે હતી.
જો કે, હવે ચૂંટણી પરિણામો પછી બીજેડીએ હવે સંસદમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર સામે વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. નવીન પટનાયકે આ અંગે પોતાના રાજ્યસભાના સાંસદને મહત્ત્વની સુચનાઓ આપી છે. એ પછી રાજ્યસભામાં કાયમ માટે ભાજપ સાથે ઉભી રહેતી આ પાર્ટીના વિરોધના કારણે મોદી સરકાર ભીંસમાં મૂકાઈ છે.
ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયકે આજે (ર૪ મી જૂન) નવ રાજ્યસભા સદસ્યો સાથે બેઠક યોજી હતી. તેમણે સાંસદોને ર૭ મી જૂનથી શરૃ થઈ રહેલા રાજ્યસભાના સત્ર દરમિયાન સક્રિય અને મજબૂત વિપક્ષની ભૂમિકા ભજવવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે સાંસદોને સંસદમાં રાજ્યના હિતોને લગતા મુદ્દાઓને યોગ્ય રીતે ઊઠાવવા કહ્યું છે.
રાજ્યસભામાં બીજેડીના નેતા સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે, 'આ વખતે સંસદમાં બીજુ જનતા દળના સાંસદો માત્ર વિવિધ મુદ્દાઓ ઊઠાવશે. જો કેન્દ્રમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકાર ઓડિશાના હિતોની અવગણના કરશે તો અમે આંદોલન કરવા પણ તૈયાર છે. સાંસદ રાજ્યમાં નબળી મોબાઈલ કનેક્ટિવિટી અને બેંક શાખાઓની ઓછી સંખ્યાનો મુદ્દો ઊઠાવશે.'
બીજેડી નેતા સસ્મિત પાત્રાએ જણાવ્યું હતું કે, 'નવ સાંસદો રાજ્યસભામાં મજબૂત વિપક્ષ તરીકે કામ કરશે. હવે ભાજપને કોઈ સમર્થન નહીં મળે, પરંતુ માત્ર વિરોધની ભૂમિકા ભજવશે. અમે ઓડિશાના હિતોની રક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. ભાજપને સમર્થન કરવાનો સવાલ જ નથી.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial