Advertisement
Author: નોબત સમાચાર

જીએસટીના અમલ થકી ઘર ઉપયોગી ચીજવસ્તુઓ સસ્તી થતા લોકોની બચત વધી

પી.એમ. અને નાણામંત્રીનો દાવોઃ

નવી દિલ્હી      તા. રપઃ જીએસટીથી ઘર ઉપયોગની અનેક ચીજવસ્તુઓ સસ્તી થઈ છે અને સામાન્ય લોકોની બચત વધી છે.

૧૪૦ કરોડ લોકોના જીવનમાં સુધારો થયો છે. સમગ્ર દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થયાને ૭ વર્ષ થઈ ગયા છે. ૧ જુલાઈ ર૦૧૭ ના રોજ મોદીસ ૧.૦ સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો હતો. જેના સંદર્ભે વડાપ્રધાન અને નાણામંત્રીએ આ પ્રકારનો દાવો સોશ્યલ મીડિયાના માધ્યમથી કર્યો છે.

સમગ્ર દેશમાં ગુડ્સ અને સર્વિસ ટેકસ (જીએસટી) લાગુ થયાને ૭ વર્ષ થઈ ગયા છે. ૧ જુલાઈ ર૦૧૭ ના રોજ મોદી ૧.૦ સરકાર દ્વારા તેનો અમલ કરવામાં આવ્યો હતો. આ જીએસટી હેઠળ ૧૭ સ્થાનિક કર અને ફરજો સામેલ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આ સાત વર્ષમાં સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા ઉત્પાદનો અને સેવાઓ પરના ટેકસમાં ઘટાડો વિશે લખ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય માણસને જીએસટીના અમલથી થયેલ ફાયદા વિશે જાણકારી આપી છે.

પીએમ મોદીએ લખ્યું કે જીએસટી દ્વારા સુધારા એ આપણા માટે ૧૪૦ કરોડ ભારતીયોના જીવનને સુધારવાનું એક માધ્યમ છે. જીએસટી લાગુ થયા બાદ ઘરનો સામાન ઘણો સસ્તો થઈ ગયો છે. જેના કારણે ગરીબ અને સામાન્ય માણસો માટે ઘણી બચત થઈ છે.

અમે લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે આ સુધારાઓને આગળ ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ. પીએમ મોદી દ્વારા તેની સાથે જોડાયેલા ડેટા અનુસાર, જો આપણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ્સના ડેટા પર વિશ્વાસ કરીએ તો, જીએસટી લાગુ થયા પછી, લોટ, કોસ્મેટિકસ, ટેલિવિઝન, રેફ્રિજરેટર વગેરે સહિતની મોગાભાગની ઘરગથ્થુ વસ્તુઓમાં સસ્તુ  બને છે.

ઘરગથ્થુ ચીજવસ્તુઓને કારણે, લોકો પરનો આર્થિક બોજ ઓછો થયો છે અને લોકોની બચત કરવાની ક્ષમતામાં પણ સુધારો થયો છે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, હું કરદાતાઓને ખાતરી આપવા માંગું છું કે અમારો હેતુ જીએસટી કરદાતાઓનું જીવન સરળ બનાવવાનો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh