Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સનદી તથા વર્ગ-૧ અને ર ના અધિકારીઓ જોડાશેઃ
ખંભાળિયા તા. રપઃ દ્વારકા જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ કન્યા કેળવણી હોય તથા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાયા હતાં.
ગુજરાત રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ર૬ થી ર૮ જૂન કન્યા કેળવણી રથ તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવા આયોજન કરાયું છે. જેમાં દ્વારકા જિલ્લામાં જિલ્લાના અધિકારીઓ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, મામલતદારો, ટી.ડી.ઓ., જિલ્લા પ્રાથમિક તથા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી ઉપરાંત રાજ્યમાંથી ૧૦ આઈ.એ.એસ. તથા સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મૂકાયા છે.
રાજ્યના આઈ.એ.એસ. સેટલમેંટ કમિશનર એમ.એ. પંડ્યા, ડાયરેક્ટર ઓફ સ્કૂલ પ્રજેશકુમાર રાણા, એચ.કે. ઠાકર, જનરલ એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર સચિવાલય, એન.એમ. પંડ્યા, શ્રીમતી ઈલાબેન પટેલ, નયનાબેન ચીતારીયા, એસ.એસ. પટવર્ધન, આર.આર. પટેલ, નાયબ નિયામક ક.શિ., એલ.ડી. જોષી, આઈ.એ.એસ. આર. રાજ, આર.એસ. નીનામા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
દ્વારકા જિ.શિ. ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા તથા જિ.શિ. પ્રાથમિક મધુબેન ભટ્ટ દ્વારા કેળવણી નિરીક્ષકો, ટી.પી.ઓ. તથા શિક્ષણ કર્મીઓ સાથે વ્યવસ્થા ગોઠવી છે.
તા. ર૬ થી ર૮ ત્રણ દિવસ તમામ શાળાઓમાં આંગણવાડી તથા બાળવાટિકા, પ્રાથમિક શાળાના પ્રથમ ધોરણમાં પ્રવેશ સાથે કન્યા કેળવણી ઉત્સવ પણ યોજવામાં આવશે. દરેક શાળામાં સ્ત્રી માતાના દર સહિતની આંકડાકીય માહિતી પણ તૈયાર રાખવામાં આવી છે તથા દ્વારકાના સમગ્ર જિલ્લાના ચારેય તાલુકામાં ભવ્ય રીતે ઉજવણીનું આયોજન થયું છે. જેમાં સ્થાનિક નેતાઓ, અગ્રણીઓ પણ જોડાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial