Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના અ૫રાધીઓને પરત સોંપે પાકિસ્તાન-હવે પીઓકે સિવાય કોઈ વાતચીત નહીં: સંરક્ષણમંત્રી રાજનાથસિંહનો તિખારો
નવી દિલ્હી તા. ૩૦: ભારતની જુદી-જુદી સરહદો પર વિવિધ અન્ય કાર્યક્રમો દરમિયાન વડાપ્રધાન, સરંક્ષણમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ એકવાર ફરીથી ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનને લલકાર્યુ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બિહાર પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદીએ ગુરુવારે બિહાર પ્રવાસના પહેલા દિવસે પટના એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું આ ઉપરાંત, તેમણે બિહતા એરપોર્ટનો શિલાન્યાસ પણ કર્યો. આ પછી પીએમ મોદીનો પટનામાં રોડ શો થયો, જે લગભગ એક કલાક ચાલ્યો.
બિક્રમગંજથી બિહારને રૂ. ૪૮૫૦૦ કરોડની યોજનાકીય જાહેરાત કર્યા પછી લોકોને સંબોધન કરતા વડાપ્રધાને કહૃાું કે બિહારના વિકાસને નવી ગતિ આપવાનું સૌભાગ્ય મળ્યુ છે. વિવિધ પરિયોજનાનુ લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. આટલી મોટી સંખ્યામાં માતા બહેનોનું આવવુ તે શાનદાર ઘટના છે. હું તમારો આભાર વ્યક્ત કરુ છું. પીએમ મોદીએ કહૃાુ કે સાસારામના લોકો જાણે છે ભગવાન રામ અને તેમના કુળની રિતી શું હતી. પ્રાણ જાય પણ વચન ન જાય. પ્રભુ રામની આ રીતિ નવા ભારતની નીતિ બની ગઇ છે. કહૃાુ હતું કે તેમને કલ્પના કરતા પણ વધારે સજા થશે. હું મારુ વચન પુરુ કરીને બિહાર આવ્યો છું. આ લોકોએ પાકિસ્તાનમાં બેસીને બહેનોનું સિંદૂર ભૂંસી નાખ્યુ અને અમારી સેનાએ તેના ઠેકાણા ધ્વસ્ત કર્યા. ભારતની દીકરીઓના સિંદૂરની શક્તિ પાકિસ્તાને જોઈ લીધી છે. અને ભારતની સૈન્યત તાકાત પણ દુનિયાએ જોઈ લીધી છે.
પીએમ મોદીએ વધુમાં કહૃાું કે ઓપરેશન સિંદૂરથી ભારતની તાકાત દુશ્મને જોઇ છે. પરંતુ દુશ્મન સમજી લે કે આ તો તરકશનું એક જ તીર છે. આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઇ ન રોકાઇ છે, ન થોભી છે. આતંક જો ફરીથી ઉભો થશે તો ભારત તેને ઘરમાંથી ખેંચીને કચડી નાંખવાનું કામ કરશે. દેશનું અહિત કરનારા સાથે અમારી દુશ્મની છે. પછી તે દુશ્મન સીમા પાર હોય કે દેશની અંદર હોય.
બીજી તરફ ગોવામાં સંરક્ષણ પ્રધાન રાજનાસિંહે કહ્યું, ઓપરેશન સિંદૂર હજુ પુરૃં થયું નથી. તે ફકત એક વિરામ છે, એક ચેતવણી છે. જો પાકિસ્તાન ફરીથી એ જ ભૂલ કરશે, તો ભારતનો જવાબ વધુ કઠોર હશે, અને આ વખતે તેને સ્વસ્થ થવાની તક પણ મળશે નહીં.
પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો ખાતમો બોલાવ્યો, ભારતીય સેનાની કાર્યવાહીથી પાકિસ્તાન ફફડી ઉઠયુ. પાકિસ્તાન સાથે ફકત અને ફકત હવે પીઓકે પર જ વાતચીત થશે. ઓપરેશન સિંદૂરે આતંકવાદની કમર તોડી નાખી છે. પાકિસ્તાન હવે ભારતના અપરાધીઓ હાફિઝ સૈયદ અને મસુદ અઝહર સહિતના આતંકીઓ ભારતને સુપ્રત કરે, તેવો રણટંકાર પણ તેમણે કર્યો હતો.
આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. ગઇકાલે સાંજે તેઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા. અમરનાથ યાત્રા શરૂ થવાને લઇને એક હાઇ લેવલની બેઠક કરી હતી. ત્યારે હવે આજે તેઓ પૂંછની મુલાકાતે છે. પૂંછમાં તેઓ આતંકી હુમલાના પીડિત પરિજનોને મળ્યા. ત્યારપછી તેઓએ સંબોધન કરતા જણાવ્યું કે સેનાના સાહસને કારણે આતંકીઓ હચમચી ગયા. પાકિસ્તાને રહેણાંક વિસ્તારને ટાર્ગેટ બનાવ્યો. પાકિસ્તાને નિર્દોષો પર હુમલો કર્યો તો આપણે સરહદેથી જ પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી.
શાહે કહ્યુ કે, જ્યારે પાકિસ્તાને આપણા નાગરિકો પર હુમલો કર્યો ત્યારે ભારતીય સેનાએ તેનો સટીક જવાબ આપ્યો. આતંકીઓના ૯ ઠેકાણાને ક્ષતિગ્રસ્ત કરીને મજબૂત જવાબ આપ્યો. એટલે પાકિસ્તાને સમજૂતી કરવા માટે આગળ આવવુ પડ્યું. ગૃહમંત્રીએ વધુમાં કહૃાું કે કોઇ પણ પ્રકારનું આક્રમણ ભારત સહન નહી કરે. તેનું સટીક અને બુલંદ જવાબ આપવામાં આવશે. આપણી સેનાએ આ કરીને બતાવ્યુ છે. પૂંછમાં અનેક લોકોના ઘરોને ક્ષતિ થઇ છે. ભારત સરકાર આગામી દિવસોમાં નુકસાની માટે પેકેજ લાવશે. અમિત શાહે વધુમાં કહૃાું કે ૨૦૧૪થી જે ગતિથી જમ્મુ કાશ્મીરનો વિકાસ ચાલુ થયો છે ગતિથી જ વિકાસ ચાલતો રહેશે. અમારી સેના દરેક વસ્તુનો જવાબ આપવા માટે સક્ષમ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial