Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રામપંચાયતોની ચૂંટણીઓ અન્વયે જાહેરનામું
ખંભાળિયા તા. ૩૦: ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર / પેટા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત દેવભૂમિ દ્વારકાના ગ્રામ પંચાયત વિસ્તારના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારોએ તેમના હથિયાર દિવસ-૭માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર /પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અંતર્ગત મતદાન તા.૨૨/૦૬/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૨૮/૦૫/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી યોજાનાર ગ્રામ પંચાયત વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ, દેવભૂમિ દ્વારકાને શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૨૨(૧)(ખ) હેઠળ મળેલ સત્તાની રૂએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે ગામોમાં ચૂંટણી યોજાનાર છે તે ગ્રામ પંચાયત વિસ્તારના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ પરવાનેદારો (નિશ્ચિત અપવાદ સિવાયના)એ તેમના હથિયાર પરવાના હેઠળનું હથિયાર દિવસ-૭માં સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તે અંગેની પહોંચ મેળવી લેવાની રહેશે. પોલીસ સ્ટેશન તરફથી સુચના મળવાની રાહ જોયા વિના આ હુકમને સૂચના ગણી હથિયારો જમા કરાવી દેવાના રહેશે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ-૩૦ તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial