Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જીવજંતુનો ઉપદ્રવ, ભાવોની અસ્થિરતાની વિપરીત અસર
અમદાવાદ તા. ૩૦: ગુજરાતમાં ખેતીની એનપીએ ૬ ટકા વધીને ૬૧૨૭ કરોડ પર પહોંચી જતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. અનિયમિત હવામાન, જીવાતનો ઉપદ્રવ અને ચીજવસ્તુઓના ભાવમાં થતી વધઘટને કારણે ખેડૂતોની આવક પર ભારે અસર પડી હતી.
ગુજરાત અને કેન્દ્ર સરકાર ખેડૂતોના લાભાર્થે અનેક સ્કીમ ચલાવે છે. તેનો લાભ લઈને ઘણાં ખેડૂતો સમૃદ્ધ થયા છે. જોકે રાજ્યમાં ખેતીને લઈ એક ચોંકાવનારી વાત સામે આવી હતી. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટીના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ગુજરાતમાં ખેતીની એનપીએ ૬ ટકા વધીને ૬૧૨૭ કરોડ પર પહોંચી હતી. જે ૨૦૨૩-૨૪માં ૫૭૮૬ કરોડ હતી. જોકે છેલ્લા બે વર્ષમાં, કૃષિ આવકમાં વૃદ્ધિ થઈ હતી, જેના કારણે નોન-ર્પર્ફોમિંગ એસેટ્સમાં ઘટાડો થયો હતો.
બેંકોએ કૃષિ ક્ષેત્રે ધિરાણ વધાર્યું અને સરકારે વ્યાજ સબસિડી તથા અન્ય સહાય યોજનાઓ શરૂ કરી હોવા છતાં, ખરાબ બેડ લોનમાં વધારો થયો હતો. જોકે, અનિયમિત હવામાન, જીવાતનો ઉપદ્રવ અને ચીજવસ્તુઓના ભાવમાં થતી વધઘટને કારણે ખેડૂતોની આવક પર ભારે અસર પડી હતી. એકંદરે લોન ધિરાણ વિતરણમાં વધારો થયો હતો.
નાણાકીય વર્ષ ૨૪ માં રૂ. ૧.૩૨ લાખ કરોડથી વધીને નાણાકીય વર્ષ ૨૫ માં રૂ.૧.૪૫ લાખ કરોડ થયું હતું. જે ૯.૯૮ ટકાનો વધારો દર્શાવે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, કેટલાક લોકોને કળષિ લોન ચૂકવવામાં મુશ્કેલી થઈ હોઈ શકે છે પરંતુ એકંદરે ચૂકવણી સમયસર થઈ છે. એનપીએથી બાકી રકમનો ગુણોત્તર પણ ૪.૪૩ ટકા થી ઘટીને ૪.૩૭ ટકા થયો હતો.
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદ, વાવાઝોડું જેવા કારણોસર એનપીએનું પ્રમાણ વધ્યું હતું. ખેડૂતોના કહેવા પ્રમાણે કપાસના ભાવ નીચા રહૃાા અને ગુલાબી ઇયળના ઉપદ્રવથી ઉપજ પર અસર પડી. આનાથી આ વર્ષે ખેડૂતોની કમાણીને સામૂહિક રીતે ફટકો પડ્યો હતો. તદુપરાંત, મગફળીનું ઉત્પાદન પણ નબળું રહૃાું. ઉપરથી, કમોસમી વરસાદે રવિ પાકને નુકસાન પહોંચાડ્યું, જેનાથી ખેડૂતોની આવકને ગંભીર અસર થઈ હતી. પરિણામે ઘણા ખેડૂતો જેઓ તેમના વાવણી ખર્ચને સરભર કરી શકયા ન હતા તેઓ તેમની લોનનો અમુક ભાગ ચૂકવી શકયા નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial