Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાહબાજ શરીફ શરાફતનો આંચળો ઓઢીને દુનિયામાં ફરે છે, પરંતુ
નવી દિલ્હી તા. ૩૦: પાકિસ્તાનમાં પહલગામ હુમલાનો માસ્ટર માઈન્ડ એક રેલીમાં ભારત વિરોધી ઝેર ઓકતો જોવા મળ્યો ત્યારે પૂરવાર થયું કે પાકિસ્તાનના 'દેખાડવાના અને ચાવવાના દાત' અલગ. ત્રાસવાદી ખુલ્લેઆમ ફરે છે. તેણે કહ્યું કે, મોદીની ગોળીથી ડરતો નથી. તેમની સામે ચૂંટણી લડવી છે. આ કારણે પાકિસ્તાન ઉઘાડું પડ્યું છે, શાહબાજ શરીફની શરાફતનો નકાબ ચીરાયો છે.
પહલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ કસૂરીને બુધવારે લાહોરમાં આયોજિત એક રેલીમાં ભારત વિરૂદ્ધ ઝેર ઓકતા જોવા મળ્યો હતો. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ, લશ્કર કમાન્ડરો અને પાકિસ્તાની સુરક્ષા દળોની હાજરીમાં કસૂરીએ પોતાને ભારતના હૃદયમાં કાંટો ગણાવ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે પહલગામ હુમલા પછી તે ખૂબ જ પ્રખ્યાત થઈ ગયો છે. પાકિસ્તાન ભલે દુનિયા સમક્ષ શાંતિના રાજદૂત તરીકે પોતાને રજૂ કરે, પરંતુ સત્ય એ છે કે તે આતંકની નર્સરી બની ગયું છે. આનું બીજું એક ઉદાહરણ ત્યારે સામે આવ્યું છે જ્યારે લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અને પહલગામ આતંકવાદી હુમલના માસ્ટર માઈન્ડ સૈફુલ્લાહ કસૂરીએ ખુલ્લેઆમ હુમલાની સત્યતા સ્વીકારી લીધી છે અને ભારત વિરોધી ઝેર ઓક્યું છે.
બુધવારે પાકિસ્તાનના લાહોરમાં આયોજિત એક રેલીમાં કસૂરીએ પોતાને દુનિયાભરમાં પ્રખ્યાત ગણાવ્યા અને કહ્યું કે ભારતે હુમલાનો આરોપ લગાવ્યા પછી તેનું નામ વૈશ્વિક બની ગયું છે. તેણે એક રેલીમાં આ બધું કહ્યું.
વડાપ્રધાન મોદીના નિવેદનનો ઉલ્લેખ કરતા કસૂરીએ કહ્યું કે ગોળીઓથી ડરતો નથી. તેમણે કહ્યું, શું મોદી માને છે કે આપણે ગોળીઓથી ડરીએ છીએ? આ તેમની ભૂલ છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીએ તાજેતરમાં ગુજરાતના ભૂજમાં એક રેલીને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે જો પાકિસ્તાન આતંકવાદને હથિયાર તરીકે વાપરવાનું બંધ નહીં કરે, તો તેણે ભારતની ગોળીઓનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ.
એક તરફ પાક. પી.એમ. દુનિયામાં શાંતિની વાતો કરીને શરાફતનો આંચળો ઓઢીને ફરી રહ્યા છે, તો બીજી તરફ આ ઘટનાએ પાકિસ્તાનના પ્રપંચનો પર્દાફાશ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial