Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કારખાનાના કારીગર સહિત બેની ધરપકડઃ
જામનગર તા.૧૩ : જામનગરના શંકરટેકરી ઉદ્યોગ નગરમાં આવેલા એક કારખાના માંથી ત્રણેક મહિનામાં તે કારખાનાના કારીગરે રૂ.પોણા બે લાખની કિંમતનો પિત્તળનો કાચો માલ ઉઠાવી લઈ તેને સગે વગે કરવા પોતાના સાગરિતની મદદ લીધી હતી. જેની ફરિયાદ થયા પછી પોલીસે આરંભેલી તપાસમાં બંને શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા છે.
જામનગરના રામેશ્વરનગર ૫ાસે નવજીવન સોસાયટીમાં રહેતા અને શંકરટેકરી ઉદ્યોગ નગરમાં દુર્વા મેટલ્સ નામનું કારખાનુ ચલાવતા મયુરસિંહ રતનસિંહ રાઠોડે પોતાના કારખાનામાં નોકરી કરતા રવિ ઉર્ફે રવિરાજસિંહ ભાવસિંહ જાડેજા તથા તેના સાગરિત દિલીપસિંહ વંડાજી પઢીયાર સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ રવિએ છેલ્લા ત્રણેક મહિનામાં તેમના કારખાનામાંથી રૂ.૧,૮૦,૫૪૦ની કિંમતનો પિત્તળનો સામાન ચોરી કરી લીધો હતો અને તે સામાન સગે વગે કરવા માટે દિલીપસિંહની મદદ મેળવી હતી. તે ફરિયાદના આધારે શરૂ થયેલી તપાસમાં સિટી સી ડિવિઝનના પીઆઈ જે.જે. ચાવડાની સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે રવિરાજસિંહ ભાવસિંહ તથા દિલીપસિંહ પઢીયાર નામના શંકરટેકરીમાં રહેતા બે શખ્સની ધરપકડ કરી છે. આ શખ્સોએ ચોરીનો માલ સગેવગે કરવા માટે ગોકુલનગર નજીક બાવળની ઝાળીમાં સંતાડ્યો હતો. પોલીસે તે મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial