Advertisement
Author: નોબત સમાચાર

માલગાડી હડફેટે ચઢી ગયેલા યુવકનું મૃત્યુઃ સતાપરના ખેડૂતને વીજ આંચકો

સ્મશાન ચોકડી પાસેથી બેભાન મળેલા વૃદ્ધનું મોતઃ આંચકી આવી જતાં સિક્યુરિટી ગાર્ડ પર કાળનો પંજોઃ

જામનગર તા.૧૩ : જામનગરના માધાપર-ભુંગામાં સરકારી કવાર્ટરમાં નાઈટ સીફ્ટ પૂરી કરીને સૂતેલા જીઆઈએસએફના સિક્યુરિટી ગાર્ડનું તબીયત બગડતા મૃત્યુ નિપજ્યું છે. જામજોધપુરના સતાપરમાં વીજ આંચકો લાગતા ખેડૂત મોતને શરણ થયા છે. અંધાશ્રમ ફાટક પાસે માલગાડીની હડફેટે ચડેલા યુવાનનું મૃત્યુ નિપજ્યું છે અને સ્મશાન ચોકડી પાસેથી બેભાન હાલતમાં મળી આવેલા અજાણ્યા વૃદ્ધનું મૃત્યુ થયું છે.

જામનગરના અંધાશ્રમ રેલવે ફાટક પરથી ગઈકાલે રાત્રે દસેક વાગ્યે માલગાડી પસાર થઈ હતી. તેના એન્જિન આડે  ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી ગામમાં રહેતા કાસમ સુલેમાનભાઈ મંધરા નામના યુવાન કોઈ રીતે આવી જતાં ટક્કર વાગવાથી પાટા પર ફેંકાઈ ગયા હતા. આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. ધરારનગર-રમાં રહેતા મૃતકના સંબંધી અલ્તાફ અબુભાઈએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના રામેશ્વરનગર નજીક નરસીંગ કવાર્ટરમાં રહેતા અને જીઆઈએસએફમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા કૌશિકભાઈ પ્રવીણભાઈ ભટ્ટ (ઉ.વ.૩૯) નામના યુવાન ગઈકાલે બપોરે બેડીબંદર પાસે માધાપર-ભંુગા પોર્ટ કોલોનીમાં રાત્રિની નોકરી પૂર્ણ કર્યા પછી સૂતા હતા ત્યારે તબીયત બગડી જતા ૧૦૮ મારફત જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ યુવાનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના પત્ની નમ્રતાબેને પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણેક વર્ષથી તેમના પતિને આંચકી આવી જવાની બીમારી વળગી હતી. બેડી મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામના કરશનભાઈ માંડાભાઈ છેલાણા નામના ખેડૂત ગઈકાલે બપોરે પોતાના ખેતરમાં પાણી વાળતા હતા ત્યારે કોઈ રીતે વીજ આંચકો લાગતા ફેંકાઈ ગયા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ અરજણભાઈ એ પોલીસને જાણ કરી છે.

જામનગરના નાગનાથ નાકા પાસે આવેલા સ્મશાન નજીકની ચોકડી પરથી ગઈકાલે બપોરે એક અજાણ્યા વૃદ્ધ બેભાન જેવી હાલતમાં મળી આવતા સમાજસેવક હિતેશ ગીરી ગોસાઈએ તેઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં ફરજ પરના તબીબે આ વૃદ્ધને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. હિતેશગીરીએ પોલીસને જાણ કરી છે. સિટી બી ડિવિઝનના પીએસઆઈ આર.પી. અસારીએ મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના વાલી-વારસની શોધ હાથ ધરી છે.

ઉપરોક્ત મૃતક શ્યામવર્ણ, પાતળો બાંધો ધરાવે છે. તેમના શરીર પર આછા વાદળી કલરની આડી-ઉભી લીટીવાળો શર્ટ તથા કાળા રંગનું નાઈટ પેન્ટ ધારણ કરેલુ છે. મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૦૨૮૮-૨૫૫૦૨૪૪ અથવા ૯૩૭૪૧ ૮૭૯૯૫નો સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh