Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભગવાન શ્રીકૃષ્ણની ૧૦૮ ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત થશેઃ
દ્વારકા તા. ૧૩: ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા યાત્રાધામનો વિકાસ કરવા આગામી સમયમાં કોરીડોર પ્રોજેક્ટની શરૂઆત થશે જેમાં ત્રણ તબક્કે વિકાસ હાથ ધરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં દ્વારકાધીશ જગતમંદિરથી રૂક્ષ્મણી મંદિર સુધીના પ્રસ્તાવિત માર્ગનો વિકાસ કરાશે જેમાં ૧૩૮ કરોડ રૂપિયાના ખર્ચે સમુદ્રની અંદર ડૂબી ગયેલી જુની દ્વારકા નગરીની ઝલક નિહાળી શકાય તે માટેની વ્યુઈંગ ગેલેરી સહિતનો વિકાસ કરશે.
બીજા તબક્કામાં બેટદ્વારકાધીશ મંદિરથી હનુમાન દાંડી ધામ સુધીના રસ્તાને પહોળો બનાવી વિકાસ હાથ ધરવામાં આવશે. ત્રીજા તબક્કામાં દ્વારકાથી ૧૬ કિ.મી. દૂર આવેલ નાગેશ્વર જ્યોતિર્લિંગ ગોપી તળાવ તીર્થધામ સુધીના વિસ્તારનો વિકાસ કરાશે.
આ ઉપરાંત કોરીડોર પ્રોજેક્ટ અંતર્ગત વિશ્વની સૌથી ૧૦૮ ફૂટ ઊંચી ભગવાન શ્રીકૃષ્ણ મૂર્તિનું નિર્માણ કરવામાં આવનાર છે. કોરીડોરમાં વોક વે, વોલ પેઈન્ટીંગ, ભોજન શાળા, ઈકો ટુરીઝમ, વોટર સ્પોર્ટસ, મરીન ઈન્ટરપ્રીટેશન સેન્ટર, લેક ફ્રન્ટ, ડોલ્ફીન વ્યુઈંગ ગેલેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial