Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તગડો પગાર મેળવતા સિક્યોરીટી જવાનો શું કરે છે?
જામનગર તા. ૧૩: જામનગર શહેરમાં રસ્તે રઝળતા ઢોર અને ચોતરફ આંટાફેરા અને દોડધામ કરતા શ્વાનનો ત્રાસ તો છે જ, પરંતુ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલની લોબીમાં પણ શ્વાનોના આંટાફેરા જોવા મળ્યા છે, અને હોસ્પિટલની લોબીમાં ચોતરફ અનેક શ્વાનો દોડાદોડી અને ધમાચકડી મચાવી રહેલા જોવા મળ્યા હતાં. જેના કારણે દર્દીઓ અને તેના સગાઓમાં ભય જોવા મળે છે. ત્યારે સવાલ ઊભો થાય કે તગડો પગાર મેળવતા સિક્યુરીટી જવાનો શું કરે છે? આવા અનેક સવાલો સિક્યોરીટી વિભાગ સામે પણ ઊભા થયા છે.
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલના તમામ પ્રવેશ દ્વાર પર સિક્યુરીટી જવાનો રાખવમાં આવ્યા છે. તેમ છતાં અનેક લોબીમાં શ્વાનના આંટાફેરા જોવા મળી રહ્ય છે. તાજેતરમાં હોસ્પિટલની લોબીમાં ત્રણ શ્વાન વચ્ચે ભારે ધમાચકડી અને ઝઘડા થયા હતાં. જેના કારણે હોસ્પિટલની લોબીમાં દર્દી અથવા તો તેના સગાવાલાઓમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, તેમ જ ભય જેવું વાતાવરણ બનેલું હતું.
એક પણ લોબીમાં સિક્યુરીટી ગાર્ડ નજરે પડતા ન હતાં અને ચોરફ શ્વાનના આંટાફેરા જોવા મળતા હતાં. જેને લઈને સિક્યોરીટી વિભાગની ઘોર બેદરકારી સામે આવી રહી છે.
કેટલાક દર્દી અથવા તો તેના સગાઓએ પોતાના મોબાઈલમાં ફોટા અથવા તો વીડિયો બનાવ્યો હતો, અને શ્વાનના ઝઘડાના વીડિયો શહેરભરમાં વાયરલ થયા હતાં. જી.જી. હોસ્પિટલના અધિકારીઓને આ બાબતે તાકીદની જાણ કરવામાં આવી છે. અગાવ અનેક વખત જવાબદારી પૂર્વક દાવા કરવામાં આવ્યા હતાં કે હવે આવું બને નહીં તેની તકેદારી રાખવામાં આવશે, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો દેખાતો નથી અને સમયાંતરે હોસ્પિટલની લોબીમાં શ્વાન અથવા ઢોરના આંટાફેરા જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial