Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૧૩: દ્વારકા તાલુકાના મુળવાસર ગામમાં એક યુવાનની વર્ષ ૨૦૨૦માં ચાર શખ્સે છરી, લાકડી, પાઈપથી હુમલો કરી હત્યા નિપજાવી હતી. વચ્ચે પડનાર દંપતીને માર મારવામાં આવ્યો હતો. તે કેસ ચાલી જતા અદાલતે ચારેય આરોપીને આજીવન કેદની સજા અને રૂ.૩૧ હજારનો દંડ ફટકાર્યાે છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુળવાસર ગામના દિનેશભા નાગશીભા સુમણીયા નામના યુવાનને વેજાભા ખેંગારભા ભઠડના પત્ની સાથે બોલવાનો સંબંધ હતો. તેના કારણે તકરાર થયા પછી પોલીસમાં ફરિયાદ થઈ હતી. તેનો ખાર રાખી ગઈ તા.૨૧-૫-૨૦ની સાંજે દિનેશભા પર કરશનભા જેઠાભા ભઠડ, અર્જુનભા કરશનભા, વેજાભા ખેંગારભા, કાયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સે છરી, લાકડી, પાઈપથી હુમલો કર્યાે હતો.
આ વેળાએ વચ્ચે પડેલા લખુભા ગગાભા માણેક, સુંદરબેન લખુભાને પણ માર મારવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા દિનેશભા નાગશીભા સુમણીયાનું મૃત્યુ નિપજ્યું હતું. તેમના સંબંધી દેવલબેન વેજાભા માણેકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો હતો.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા સરકાર પક્ષે ૨૬ સાક્ષીને રજૂ કર્યા હતા. ફરિયાદી તેમજ નજરે જોનાર સાહેદ દેવલબેનની જુબાની અને તબીબની જુબાની રજૂ કરવામાં આવી હતી. અદાલતે ડીજીપી એલ.આર. ચાવડાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓને આઈપીસી ૩૦૨ તથા ૧૧૪ના ગુન્હામાં આજીવન કેદની સજા અને રૂ.૧પ હજારનો દંડ, ૩૨૫, ૧૧૪ના ગુન્હામાં સાત વર્ષની કેદ, રૂ.પ હજારનો દંડ, આઈપીસી ૩૨૪, ૧૧૪ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ, રૂ.પ હજાર દંડ, આઈપીસી ૪૪૯, ૧૧૪ના ગુન્હામાં ૧૦ વર્ષની કેદ, રૂ.પ હજારનો દંડ તથા જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) ના ગુન્હામાં એક વર્ષની કેદ અને રૂ.૧ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial