Advertisement
Author: નોબત સમાચાર

આઈપીએલની રોયલ ચેલેન્જર્સ ટીમના કેપ્ટનપદે રજત પાટીદારની નિયુકિત

ફરી વિરાટ કોહલીને કમાન સોંપાશે, તેવી અટકળોનો અંત

બેંગલુરૂ તા. ૧૩: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટનપદે રજત પાટીદારની નિયુકિત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ-૨૦૨૫ માટે રજત પાટીદારને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. છેલ્લી સીઝન એટલે કે આઈપીએલ-૨૦૨૪માં ફાફ ડુ પ્લેસિસે ટીમનું નેતૃત્વ કર્યું હતું. અગાઉ ચર્ચા હતી કે વિરાટ કોહલીને ફરી એકવાર ટીમનો કેપ્ટન બનાવવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. ટીમે પાટીદારને કેપ્ટનશીપ સોંપવાનો નિર્ણય કર્યો છે. રજત પાટીદાર ૨૦૨૧માં આરસીબીમાં જોડાયો હતો. અને તે હવે ટીમનો મહત્ત્વનો ભાગ છે.

આઈપીએલ-૨૦૨૫ની શરૂઆત પહેલા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક મોટો ફેરફાર કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલના નવા કેપ્ટનની પુષ્ટિ કરી છે. રજત પાટીદાર ટીમના નવા કેપ્ટન બન્યા છે. અગાઉ, આ પદ માટે સૌથી આગળ વિરાટ કોહલી હતા, જેમણે ૨૦૧૩ થી ૨૦૨૧ સુધી ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું હતું. આઈપીએલ૨૦૨૩ માં ત્રણ મેચ માટે કેપ્ટન પણ હતો. રજત પાટીદાર ૨૦૨૧થી આરસીબી સાથે છે અને નવેમ્બરમાં મેગા ઓક્શન પહેલા તેમના ત્રણ રિટેન ખેલાડીઓમાંના એક હતા. ૩૧ વર્ષીય પાટીદારે ૨૦૨૪-૨૫ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીની સીઝનમાં તેમની રાજ્ય ટીમ મધ્યપ્રદેશનું નેતૃત્વ કર્યું હતું.

વિરાટ કોહલી ૨૦૧૩ થી ૨૦૨૧ દરમિયાન આરસીબીના કેપ્ટન હતા. તેમના પછી, ફાફ ડુ પ્લેસિસે કમાન સંભાળી. પરંતુ આરસીબીએ ગયા વર્ષના મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો, જે ૨૦૨૨ થી ૨૦૨૪ સુધી તેમના કેપ્ટન હતા. ૪૦ વર્ષીય ડુ પ્લેસિસ આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. રજત પાટીદાર આરસીબીના ૮મા કેપ્ટન બનશે. આ પહેલા રાહુલ દ્રવિડ, કેવિન પીટરસન, અનિલ કુંબલે, ડેનિયલ વેટ્ટોરી, વિરાટ કોહલી, શેન વોટસન અને ફાફ ડુ પ્લેસિસ ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યા છે.

હરાજી પહેલા આરસીબી દ્વારા રિટેન કરાયેલા ખેલાડીઓમાં રજત પાટીદારનો સમાવેશ થાય છે. તેમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશનું નેતૃત્વ કરવાનો અનુભવ છે. પાટીદારે મધ્યપ્રદેશને એસએમટી ૨૦૨૪/૨૫ ફાઇનલમાં પહોંચાડ્યું હતુ. જ્યાં ટીમ મુંબઈ સામે ૫ વિકેટથી હારી ગઈ હતી. તે અજિંક્ય રહાણે પછી બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે ૧૦ મેચમાં ૬૧.૧૪ની સરેરાશ અને ૧૮૬.૦૮ના સ્ટ્રાઇક રેટથી ૪૨૮ રન બનાવ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh