Advertisement
Author: નોબત સમાચાર

વિદેશ લઈ જવાની લાલચ બતાવી ઠગાઈ આચરનાર શખ્સની રાજકોટ પાસે અટકાયત

પચ્ચીસ પાસપોર્ટ અને ચાર મોબાઈલ કબજે કરી લેવાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ખંભાળિયાના એક આસામી તથા પોરબંદર જિલ્લાના એક મહિલાએ પોતાને તેમજ અન્ય વ્યક્તિઓને વિદેશ જવાની લાલચ બતાવી જામનગરના એક શખ્સ તથા તેના બે સાગરિતે અસલ પાસપોર્ટ મેળવી લેવા ઉપરાંત કુલ રૂ।.૭,૯૪,૫૦૦ રોકડા મેળવી લીધાની બે ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. આ ગુન્હાની તપાસમાં પોલીસે આરોપીને રાજકોટ પાસેથી પકડી પાડ્યો છે.

જામનગરના એરપોર્ટ રોડ પર આવેલી મયુર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર મુળુભાઈ રાજગોર નામના શખ્સ સામે દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં વસવાટ કરતા ગજેન્દ્રનાથ ખીમનાથ કંથરાઈ નામના યુવાને ગઈ તા.૨૨ એપ્રિલના દિને પોલીસમાં છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યા મુજબ ગજેન્દ્રનાથ ઉપરાંત અન્ય વ્યક્તિઓને વિદેશ મોકલી આપવાની લાલચ બતાવી રાજેન્દ્ર રાજગોરે રૂ।.૧,૨૪,૫૦૦ રોકડા તેમજ અસલ પાસપોર્ટ મેળવી લઈ છેતરપિંડી કરી હતી.

ઉપરોક્ત ગુન્હા પછી પોરબંદરના આદિત્યાણા ગામના ઈલાબેન ગલાભાઈ જાડેજા નામના મહિલાએ પણ જામનગરના રાજેન્દ્ર રાજગોર તેમજ નીઝામ યુસુફ સમા, રીઝવાના હમીર સોરા સામે પોતાને તથા અન્ય વ્યક્તિઓને વિદેશ લઈ જવાની લાલચ બતાવી રૂ।.૬ લાખ ૭૦ હજાર મેળવી લેવા ઉપરાંત પાસપોર્ટ પણ લઈ લીધાની ફરિયાદ તા.ર૭ એપ્રિલના દિને નોંધાવી હતી.

ઉપરોક્ત ગુન્હાઓની શરૂ થયેલી તપાસમાં સિટી સી ડિવિઝનના પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પીએસઆઈ વી.એ. પરમાર તથા કે.એચ. ચાવડાએ સર્વેલન્સ સ્ટાફને સાથે રાખી રાજેન્દ્ર રાજગોરના સગડ દબાવ્યા હતા. જેમાં એલસીબીના ટેકનિકલ સ્ટાફની મદદથી રાજકોટના નયારા બસ સ્ટોપ પાસેથી રાજેન્દ્ર મુળુભાઈ રાજગોરને દબોચી લીધો છે. આ શખ્સ પાસેથી પચ્ચીસ પાસપોર્ટ મળી આવ્યા છે. પોલીસે તે તમામ પાસપોર્ટ અને રૂ।.૧૬ હજારના ચાર ફોન કબજે કરી આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh