Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદ
જામનગર તા. ૧૯: શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટીમાં રવિવાર કે જાહેર રજા સિવાય દરરોજ સવારે ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી ડો. દિલીપભાઈ ડાંગર (નાડી ચિકિત્સક), સવારે ૧૦.૩૦ થી ૧ર.૩૦ સુધી ડો. માનસીબેન અનડકટ (ફીજીયોથેરાપીસ્ટ), બપોરે ૪.૩૦ થી ૭.૩૦ સુધી ડો. રક્ષાબેન દાવડા (એમ.ડી. આયુર્વેદિક), ડો. હેમાંશીબેન ઘેલાણી (બીએએમએસ-આયુર્વેદિક) દ્વારા "ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી, ડી.કે.વી. રોડ, વિરલ બાગ પાસે, જામનગર" માં રાહતદરે તપાસ તેમજ આયુર્વેદિક દવાઓ પણ રાહતદરે આપવામાં આવે છે.
આ સંસ્થામાં પાચનતંત્રના રોગો, ચામડીના રોગો, મેદસ્વીતા (વજન ઘટાડવા), સાંધાના રોગો, વાળને લગતી સમસ્યાઓ, બી.પી., સુગરની રાહત દરે ચકાસણી માટે અસરકારક આયુર્વેદિક ચિકિત્સા ઉપલબ્ધ છે. આ ઉપરાંત વિવિધ જટિલ વ્યાધિઓ માટે પણ નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવે છે.
જામનગરની જનતાને આ સેવાનો વધુને વધુ લાભ લેવા સંસ્થાના માનદ્ મંત્રી કિર્તીભાઈ ફોફરિયાએ જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial