Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.ર લાખના મુદ્દલ સામે રૂ।.ર૭ લાખ ચૂકવ્યા પછી પણ
જામનગર તા. ૧૯: જામનગરના એક આસામીએ રૂ।.ર લાખ ૧૦ ટકાના વ્યાજે લીધા પછી વ્યાજ પેટે રૂ।.ર૭ લાખ ચૂકવી આપ્યા પછી પણ એક શખ્સ ધમકી આપતો હોવાની અને સહી કરેલા ૪૦ કોરા ચેક અંગે ફરિયાદ કરવાની દાટી મારતો હોવાની પોલીસમાં ફરિયાદ કર્યા પછી આરોપીની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે ગ્રાહ્ય રાખી છે.
જામનગરના સંજયભાઈ રણમલભાઈ નકુમ નામના આસામીને ધંધામાં નુકસાની આવતા તેઓએ દિવ્યરાજસિંહ વનરાજસિંહ જાડેજા પાસેથી રૂ।.ર લાખ ૧૦ હજાર વ્યાજે લીધા હતા. ટ્રાવેલ્સ અંગેનું કામકાજ કરતા સંજયભાઈને વધુ રકમની જરૂર પડતા તેઓએ પોતાની પાસે ભાડે રાખવામાં આવેલા જુદા જુદા વાહન પર પણ દિવ્યરાજસિંહ પાસેથી નાણા વ્યાજે મેળવ્યા હતા.
પાલી મુજબ અને ક્યારેક કલાક કલાકના વ્યાજ મુજબ વ્યાજ ચૂકવતા સંજયભાઈ પાસે રૂ।.ર૭ લાખ લેવાના બાકી છે તેમ કહેવાતા સંજયભાઈ હેરાન થઈ ગયા હતા. જાનથી મારી નાખવાની ધમકી અપાતી હતી અને તે દરમિયાન ૪૦ કોરા ચેકમાં સહી કરાવી લેવાઈ હતી. સંજયભાઈએ વ્યાજ ચૂકવવા માટે પોતાની મિલકત અને ઘરેણા વેચી પૈસા ચૂકવ્યા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી કોરા ચેક અંગે દબાણ કરાતું હતું. તેવી ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધી આરોપી દિવ્યરાજસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.
ત્યારપછી આરોપીએ જામીનમુક્ત થવા અરજી કરતા ફરિયાદીએ રૂ।.ર લાખ સામે રૂ।.ર૭ લાખ ચૂકવ્યાનું અને ૪૦ કોરા ચેકમાં સાઈન કરી આપ્યાનું જણાવી કેસ કરવાની ધમકી અપાતી હોવાનું જણાવી આરોપીને જામીનમુક્ત ન કરવા રજૂઆત કરી હતી. તેની સામે આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને જામીન પર મુક્ત કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial