Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના સમાણાથી નરમાણા ગામ વચ્ચે મોટરની ટક્કરથી ઘવાયેલા બાઈકચાલકનું મૃત્યુ

શ્રમિક પર બુમલીફ્ટ તૂટી પડતા મૃત્યુ નિપજ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: લાલપુરના કાનાછીકારી ગામમાં ચાલતા એક પ્લાન્ટમાં સવા મહિના પહેલાં એક પરપ્રાંતીય શ્રમિક કામ કરતા હતા ત્યારે એક ક્રેઈનના ચાલકની બેદરકારીના કારણે બુમલીફ્ટ આ શ્રમિક પર તૂટી પડી હતી. ઘવાયેલા શ્રમિકનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ગઈકાલે બપોરે જામજોધપુરના સમાણાથી નરમાણા વચ્ચે એક બાઈકને મોટરે ટક્કર મારતા ઘવાયેલા બાઈકચાલકનું મૃત્યુ થયું છે.

લાલપુર તાલુકાના કાનાછીકારી ગામની સીમમાં આવેલા બેટરી પ્લાન્ટ સેલ-રમાં ગઈ તા.૧૦ એપ્રિલના દિને સવારે એમએચ-૪૩ સીએમ ૯૧૧૫ નંબરની ક્રેઈન તેનો ચાલક ચલાવી રહ્યો હતો. ત્યારે તેણે બેદરકારીથી ક્રેઈનનું બુમ ઉપરની તરફ ઉંચુ કર્યું હતું.

આ વેળાએ હુંક નીચેની સાઈડ પડતા ત્યાં કામ કરી રહેલા મૂળ ઉત્તરપ્રદેશા બુલંદ શહેરના દોલતપુર ગામના અશોક અમોલકસિંગ નામના યુવાન પર બુમલીફ્ટ તૂટી પડી હતી. માથા તેમજ પેટના ભાગે ગંભીર ઈજા પામેલા અશોકભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈ સુમિત અમોલકસિંગે મેઘપર પોલીસને તેની જાણ કરી છે.

જામજોધપુર તાલુકાના નરમાણા ગામના સલીમભાઈ નામના યુવાન ગઈકાલે બપોરે દોઢેક વાગ્યે મોટરસાયકલમાં સમાણા ગામથી નરમાણા આવવા માટે નીકળ્યા ત્યારે એક ગોળાઈમાં જીજે-૩-એલએમ ૫૦૮૫ નંબરની એમજી કંપનીની મોટરે તેઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા સલીમભાઈનું મૃત્યુ નિપજ્યું છે. નરમાણા ગામના અસલમભાઈ ગનીભાઈએ પોલીસને જાણ કરી છે. શેઠવડાળા પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh