Advertisement
Author: નોબત સમાચાર

હિંસક કૂતરાઓને જરૂર પડ્યે ઈન્જેકશન આપીને દયા મૃત્યુ આપોઃ સુપ્રિમ કોર્ટ

માસૂમોને કૂતરા કરડી ખાય, અને સરકારો માત્ર તમાશો જૂએ, તે ચાલે નહીં: જાણે જંગલરાજ ચાલે છે !: અદાલત લાલઘૂમ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૯: સુપ્રિમ કોર્ટે રખડતા કૂતરાઓને શેલ્ટર હોમમાં ખસેડવા અને ખસીકરણ સહિતના આપેલા અગાઉના દિશા નિર્દેશોમાં રાહત આપવા શ્વાનપ્રેમી સંસ્થાએ કરેલી અરજી ફગાવીને તે દિશા નિર્દેશો યથાવત રાખતા અત્યંત કડક ટિપ્પણીઓ કરી છે. અને જરૂર પડ્યે હિંસક કૂતરાઓને ઈન્જેકશન આપીને દયા મૃત્યુ આપવાના આદેશ પણ આપ્યા છે. અદાલતે કહ્યું છે કે માનવ જિંદગી કિંમતી છે અને બંધારણીય અધિકાર છે.

દેશભરમાં કૂતરા કરડવાના બનાવો અને માસૂમ બાળકો તેમજ વૃદ્ધો પર થઈ રહેલા જીવલેણ હુમલા અંગે સુપ્રિમ કોર્ટે આજે એક અત્યંત કડક અને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે.

સુપ્રિમ કોર્ટે નવેમ્બર ૨૦૨૫ના જૂના આદેશમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેમાં સ્કૂલ-કોલેજ, હોસ્પિટલ, બસ-રેલવે સ્ટેશન સહિતના જાહેર સ્થળો પરથી રખડતા કૂતરા હટાવીને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ અપાયો હતો. ચીફ જસ્ટિસ સૂર્ય કાંતની બેન્ચે આકરું વલણ અપનાવતા કહૃાું કે, કોર્ટ દેશની આવી ગંભીર અને કડવી વાસ્તવિકતા સામે આંખો બંધ રાખી શકે નહીં.

સુપ્રિમ કોર્ટે નોંધ્યું કે રખડતા કૂતરાના હુમલા હવે દેશમાં એક ગંભીર પબ્લિક સેફ્ટીનો મુદ્દો બની ગયા છે. દેશભરમાંથી એવા અહેવાલો આવી રહૃાા છે જ્યાં નાના બાળકોને કૂતરાઓએ ફાડી ખાધા હોય, વૃદ્ધો પર જીવલેણ હુમલા થયા હોય અને ભારત ફરવા આવેલા વિદેશી પ્રવાસીઓ પણ આનો ભોગ બન્યા હોય. ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ એટલી ખરાબ છે કે રખડતા કૂતરાઓનો ત્રાસ હવે એરપોર્ટ અને હાઈપ્રોફાઈલ રેસિડેન્શિયલ એરિયા સુધી પહોંચી ગયો છે.

સુપ્રિમ કોર્ટે સરકાર અને તંત્રની નબળી કામગીરી પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી કે જમીન પર જાણે જંગલરાજ ચાલી રહૃાું હોય તેવું લાગે છે, જ્યાં સમાજના નબળા અને માસૂમ લોકોને રખડતા શ્વાનની સામે પોતાનો જીવ બચાવવા એકલા છોડી દેવામાં આવ્યા છે. કાયદાકીય તંત્ર હોવા છતાં સરકારો માત્ર તમાશો જોઈ શકે નહીં.

આ ચુકાદામાં સુપ્રિમ કોર્ટ ભારતીય બંધારણના આર્ટીકલ ૨૧ની નવી અને મજબૂત વ્યાખ્યા આપી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, દેશના દરેક નાગરિકને જાહેર જગ્યાઓ પર કોઈ પણ પ્રકારના શારીરિક હુમલા અથવા કૂતરા કરડવાના ભય વિના મુક્તપણે હરવા-ફરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને આ અધિકાર આર્ટિકલ ૨૧ હેઠળ જીવન જીવવાના મૂળભૂત અધિકારનો જ એક ભાગ છે.

શ્વાન પ્રેમીઓ અને સંગઠનો દ્વારા આ આદેશમાં રાહત આપવાની માગણીને કોર્ટે સખત શબ્દોમાં નકારી કાઢી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સાર્વજનિક સ્થળો પરથી રખડતા કૂતરા હટાવીને તાત્કાલિક એનિમલ શેલ્ટર હોમ્સમાં શિફ્ટ કરવાનો અગાઉનો આદેશ યથાવત્ રહેશે અને તેમાં કોઈ પણ પ્રકારની ઢીલ આપવામાં આવશે નહીં.

સુપ્રિમ કોર્ટ અત્યંત કડક ટિપ્પણીએ સાથે આદેશ આપ્યો છે કે  રેબિઝથી સંક્રમિત અથવા અત્યંત હિંસક અને ખૂંખાર બની ગયેલા કૂતરાઓના કિસ્સામાં, કાયદા હેઠળ જો જરૂર જણાય તો તેમને યુથેનેશિયા (દયા મૃત્યુ) એટલે કે ઈન્જેક્શન આપીને મારી નાખવા જેવા કડક પગલાં પર વિચાર કરો.

આદેશ વધુમાં જણાવે છે કે, દેશની તમામ રાજ્ય સરકારોએ પશુ કલ્યાણ બોર્ડના નિયમોને કાગળ પર રાખવાને બદલે જમીન સ્તર પર મજબૂત કરવા પડશે અને તેનો સાચો અમલ કરાવવો પડશે. દેશના પ્રત્યેક જિલ્લામાં ઓછામાં ઓછું ૧ સંપૂર્ણ સુવિધાથી સજ્જઅને કાર્યરત એબીસી સેન્ટર (એનીમલ બર્થ કંટ્રોલ સેન્ટર) બનાવવું અનિવાર્ય રહેશે. જે શહેરો કે વિસ્તારોમાં માણસો અને કૂતરાઓની વસ્તી વધારે છે, ત્યાં સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એબીસી સેન્ટરોની સંખ્યા તાત્કાલિક ધોરણે વધારવી પડશે.

સુપ્રિમ કોર્ટે ભારપૂર્વક સુચવ્યુ છે કે, અગાઉ કોર્ટે સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલો માટે જે આદેશો આપ્યા છે અને પશુ કલ્યાણના જે પણ કાયદા છે, તેનું સંપૂર્ણ પાલન એજન્સીઓએ કરવું જ પડશે. જનતાની સુરક્ષા સર્વોપરી હોવાથી, અન્ય તમામ મહત્ત્વના જાહેર સ્થળો પર પણ આ નિયમો કેવી રીતે લાગુ કરવા તેનો નિર્ણય લઈ તેને એક ચોક્કસ ટાઈમલાઈનમાં પૂરો કરવો પડશે. દેશની તમામ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર કૂતરા કરડવાની સારવાર માટે વપરાતી એન્ટી-રેબીઝ દવાઓ અને રસીઓ પૂરતા જથ્થામાં હાજર રહે તે સુનિશ્ચિત કરવું પડશે.

સુપ્રિમ કોર્ટ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને પણ આદેશ અપાયો છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અકસ્માત સર્જતા રખડતા પશુઓની સમસ્યા નાબૂદ કરવા જૂના ટ્રાન્સપોર્ટ વાહનોનો ઉપયોગ કરી તેમને હાઈવે પરથી હટાવે અને આ માટે મોનિટરિંગ સિસ્ટમ ગોઠવે.

અદાલતે તંત્રને પણ સુરક્ષાકવચની જોગવાઈ કરતા કહ્યુ છે કે, જે નગર પાલિકા, મહા નગરપાલિકા કે સરકારી અધિકારીઓ સુપ્રીમ કોર્ટના આ કડક આદેશોનું પાલન કરાવવા માટે ગ્રાઉન્ડ પર કામ કરશે, તેમને સંપૂર્ણ કાયદાકીય સુરક્ષા અપાશે. સામાન્ય સંજોગોમાં તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી નહીં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh