Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે કરાઈ ચર્ચાઃ
આગામી તા.૨૮ના દિને બકરી ઈદનો તહેવાર હોવાથી શાંતિ સમિતિની બેઠકનું આયોજન સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓએ શાંતિપૂર્ણ ઉજવણી માટે ખાતરી આપી હતી. પોલીસે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાથી દૂર રહેવા તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવા તેમજ જો કોઈ બનાવ બને તો તાકીદે પોલીસ વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જામનગરની જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અબ્દુલરશીદભાઈ લુસવાલા, મુસ્લિમ સમાજના મહિલા અગ્રણી અને નગરસેવિકા સહારાબેન મકવાણા, મુસ્લિમ સમાજના પ્રમુખ જુમાભાઈ ખફી, રઉફભાઈ ગઢકાઈ, મુસ્તાકભાઈ ખફી, વકીલ ગોરી, જીગરભાઈ રાવલ તથા દીપેશભાઈ કણઝારીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial