Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માહિતી અધિકાર હેઠળ વિગતો જાહેરઃ
જામનગર તા. ૧૯: જામનગરના ટાઉનહોલ પાસે રૂ।. ૧ કરોડ ૪૬ લાખના ખર્ચે ગટરનું કામ ચાલી રહ્યું છે. તેવી માહિતી મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવી છે.
ટાઉનહોલ પાસે ચાલતા ગટરના કામ અંગે એડવોકેટ ગૌતમ ગોહિલે માહિતી અધિકારના કાયદા હેઠળ માહિતી માંગી હતી.
જેના જવાબમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે રૂ।. ૧,૪૬,૧૫,૦૦૦ના ખર્ચે ગટરનું આ કામ માહિતી બિલ્ડર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તળાવની પાળના ઢાળીયાથી સ્પોર્ટસ કોમ્પલેક્સ થઈ ટાઉનહોલ ગોળાઈ થઈ બેડીગેઈટ પાસેની કેનાલમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂ।. ૧,૪૬,૧૫,૦૦૦ના ખર્ચે ગટરનું કામ ચાલે છે.
જ્યારે હયાત ડામર રોડની સ્થિતિ એજન્સીએ પૂર્વરત કરવાની રહે છે. ૨૧ ટકા નીચા ભાવે આ કામ આપવામાં આવે છે અને તેમાં ૧૮ ટકા જીએસટી (રૂ।. ૨૬,૩૦,૭૦૦) તથા પાંચ ટકા વહીવટી ચાર્જ મુજબ રૂ।. ૮,૬૨,૨૮૫ તેમજ ૦.૩૫ ટકા ટીપીઆઈ લેખે રૂ।. ૬૦,૩૬૦ની રકમ એજન્સી પાસેથી કપાત કરવાની રહેશે.
જો કે ટેકનિકલ જરૂરી માહિતી આપવામાં આવી નથી. આથી પ્રથમ અપીલ અધિકારી (નાયબ કમિશનર)ને પ્રથમ અપીલ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial