Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસ આગેવાન દ્વારા
ખંભાળિયા તા. ૧૯: ખંભાળિયા શહેરમાં દિવસોથી ગંદા પાણીનો પ્રશ્ન હતો જેમાં પાલિકા દ્વારા કેટલાક સ્થળે પાણીની મેઈન લાઈનોમાં ગટરનું પાણી આવવું જેવા ફોલ્ટ રીપેરીંગ થતા થોડો ફરક ક્યાંક થયો છે, પણ હજુ જડેશ્વર સોસાયટીમાં ગઈકાલે લેવાયેલ નમૂનામાં પાણી ગંદુ જ આવ્યું હતું. આ મુદ્દે કોંગ્રેસ અગ્રણી કપિલભાઈ ત્રિવેદી દ્વારા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાને રજૂઆત કરતા તેમણે પાલિકા અધિકારીઓને સૂચના આપી તુરત યોગ્ય કરવા અને નમૂના લઈ સ્થળ પર તપાસ કરવા જણાવ્યું હતું.
ખંભાળિયા નાગરિક સમિતિના ડો. એચ.એન. પડીયા તથા ડો. તુષાર ગોસ્વામી તથા સદસ્યો દ્વારા ખંભાળિયા પાલિકાનો અણઘડ વહીવટ અને લોકોના આરોગ્ય પર ગંભીર સંકટની સ્થિતિ હોય, છેલ્લા એક માસથી મોટભાગના વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરોના પાણી ભળી જતા લોકોના દ્વારા આવા પાણીના સેવનથી ઝાડા, ઉલ્ટી, ટાઈફોઈડ, કમળા જેવા રોગો થઈ રહ્યા હોવાની રજૂઆત કરી હતી.
શહેરમાં જરૂરી મૂતરડી તથા જાહેર શૌચાલયો બનાવવા, કચરાના ઢગલા, ગંધાતી ગટરો, રસ્તા પર કચરો વગેરે અંગે વારંવારની રજૂઆતો છતાં પણ કંઈ પગલાં લેવાતા ન હોય, નાગરિક સમિતિ દ્વારા ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial