Advertisement
Author: નોબત સમાચાર

બેટદ્વારકાના પદ્મતીર્થ સ્મશાનને અંતિમ યાત્રા બસ

જામનગરની જાણીતી મસાલા કંપની દ્વારા

                                                                                                                                                                                                      

બેટદ્વારકા તા. ૧૯: બેટ દ્વારકાના પદ્મતીર્થ સ્મશાનને મધુસુદન મસાલા લિ. દ્વારા અંતિમ યાત્રા બસ આપવામાં આવી હતી. આ પહેલા જામનગર ઉપરાંત કોટેચા બંધુઓના વતન ભણગોરમાં  અંતિમયાત્રા બસ અપાઈ હતી.

સમગ્ર ભારતમાં જાગૃત સ્મશાન તરીકે પ્રખ્યાત ઓખામંડળ તાલુકાના બેટ દ્વારકાના પદ્મતીર્થ સ્મશાનને જામનગરની જાણીતી મધુસુદન મસાલા લિમિટેડ દ્વારા અંતિમ યાત્રા બસ આપવામાં આવી હતી, જેનું લોકાર્પણ બેટ દ્વારકા સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી માધવસ્વરૂ૫પદાસજી મહારાજ અને દ્વારકા-ઓખામંડળ વિસ્તારના ધારાસભ્ય શ્રી પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, મધુસૂદન મસાલા દ્વારા આ અગાઉ, જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલ મોક્ષ મંદિર સ્મશાન તેમજ  સમાજ સેવક મહાવીર દળ દ્વારા સંચાલિત માણેકબાઈ સુખધામ આદર્શ સ્મશાન અને કોટેચા બંઘુના વતન ભણગોર  આવેલ, શ્રી શાંતિ ધામ સ્મશાનને પણ અંતિમ યાત્રા બસ આપવામાં આવી છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં મધુસૂદન મસાલાના મોભી દયાળજીભાઈ કોટેચા (અદા)ના આશીર્વાદ સાથે વિજયભાઈ કોટેચા, ચેરમેન  રીશીતભાઈ કોટેચા, એમડી અને જામનગર માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન હિરેનભાઈ કોટેચા, ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર પાર્થભાઈ સુખપરિયા, ગાંધીનગર મોક્ષ મંદિરના ટ્રસ્ટી ગિરીશભાઈ ગણાત્રા, નિવૃત્ત ડી.એફ.ઓ. ઘનશ્યામસિંહ સોઢા, (ડીવાઈન હોસ્પિટલ) દાણીધારધામના ટ્રસ્ટી શિવુભા ભાટ્ટી, દિનેશભાઈ ખગ્રામ, ચતુરસિંહ બી.સોઢા, રઘુવીર એમ્પોરિયમવાળા દિલીપભાઈ લાખાણી, બળુભા સોઢા સહિતના મહાનુભાવો હાજર રહૃાા હતા.

લોકાર્પણ કાર્યક્રમનું આયોજન પદ્મતીર્થ સ્મશાનના ટ્રસ્ટીઓ અને બેટદ્વારકાના અગ્રણી દિલીપભાઈ કોટેચાએ  કર્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh