Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.પ્રમુખ, કારોબારી ચેરમેન દ્વારા સલ્ફ એન્યુમેરેશનઃ
ધ્રોલ તા. ૧૯: રાજ્યમાં વસ્તી ગણતરી પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે, જેના ભાગરૂપે ધ્રોલ નગરપાલિકાના પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ધ્રોલ નગરપાલિકા ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા તેમજ કારોબારી ચેરમેન સુરેશભાઈ ગોસાઈએ સત્તાવાર પોર્ટલ પર ઓનલાઈન માધ્યમથી પોતાના વિગતો સબમિટ કરીને ધ્રોલ શહેરમાં આ પ્રક્રિયાનો આરંભ કરાવ્યો છે જેમાં નાગરિકોએ પોતે જ જાગૃત બનીને ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની માહિતી સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરી શકે છે. આ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં ધ્રોલ વિસ્તારના જનગણના વિભાગના વિશેષ સંકલનથી શહેરના પદાધિકારીઓ, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પોતાના પરિવારની વિગતો ઓનલાઈન ભરીને ડિજિટલ જનગણનામાં પોતાની સક્રિય અને જવાબદાર ભાગીદારી નોંધાવી છે. જ્યારે મુખ્યમંત્રીએ પણ આ પ્રક્રિયામાં સૌને સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial