Advertisement
Author: નોબત સમાચાર

સ્થાનકવાસી જૈન સમાજ જોગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: આગામી ચાતુર્માસ નિમિત્તે સ્થાનકવાસી જૈન મોટા સંઘ ચાંદીબજાર શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ ઉપાશ્રય વારિયા ડેલામાં અજરામલ સંપ્રદાય પ.પૂ. ભાવમુનિ મા.સ.ના સુશિષ્યા બ્રા.બ. પ.પૂ. વિશ્વાસીનીબાઈ મા.સ. આદીઠાણા-૪ જામનગર તા. રર/પ ના પધારી રહ્યા છે. મહાસતીની તા. ર૦/પ ના બુધવારે બપોરે ૩-૩૦ થી સાંજના પ-૧પ વાગ્યા સુધી બે સામાયિકનું આયોજન શેખપાટ-શાલીભદ્રનગરમાં ઉપાશ્રયમાં કરવામાં આવ્યું છે. સામાયિક પૂર્ણ થતા સાંજે ૬ વાગ્યે ચૌવિહારનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં આવવા-જવા માટે રિક્ષાની વ્યવસ્થા બપોરે બે વાગ્યે લોકાગચ્છની વાડીથી કરવામાં આવી છે. આ સામાયિકમાં જોડાવા માગતા હોય તેઓએ નામ નોંધાવા માટે રીટાબેન મેતા (મો. ૭પ૬૭૮ ૮ર૭૭ર) અથવા અનસુયાબેન-મંજુબેન મેતા (મો. ૯૮ર૪પ ૪૭૬પ૩) નો સંપર્ક કરવો, તેમજ લોકાગચ્છ વાડીએ બપોરે ૧-૩૦ થી ર વાગ્યા સુધીમાં પહોંચી જવું

મહાસતીજીનું વ્યાખ્યાન તથા બે સામાયિક તા. ર૧/પ ના બપોરે ૩-૩૦ થી સાંજના પ-૧પ હાલારી વિસા શ્રીમાળીની વાડી (ગામડાવાળા) માં રાખવામાં આવ્યા છે. સાંજે ૬ વાગ્યે ચૌવિહારનું આયોજન હાલારી વિશા શ્રીમાળી સ્થાનકવાસીની વાડી, (ગામડાવાળા), હાપામાં કરવામાં આવ્યું છે. શ્રવાક-શ્રાવિકા સતી રત્નોના આગમન સમયે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા તથા આ કાર્યક્રમનો લાભ લેવા દાતા પરિવાર સંઘમાતા હેમલતાબા પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ સ્થાનકવાસી જૈન સંઘ કમિટી દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh