Advertisement
Author: નોબત સમાચાર

માહિતી ખાતાના કર્મયોગીઓને કમ્યુનિકેશન- સોશ્યલ મીડિયાના ક્ષેત્રે 'માઈકા'માં અપાશે તાલીમ

રાજ્યનું માહિતી ખાતુ અને 'માઈકા' વચ્ચે થયા એમઓયુ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૯: ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગના કર્મયોગીઓ 'ન્યૂ મીડિયા' માટે તાલીમબદ્ધ થશે. આ માટે ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગ અને કમ્યુનિકેશન ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા માઈકા વચ્ચે એમઓયુ થયા છે. માહિતી વિભાગના અધિકારીઓ- કર્મચારીઓને કમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાની તાલીમ અપાશે. માહિતી કમિશનરની કચેરીમાં સ્ટુડિયો સ્થાપિત કરવામાં એમઆઈસીએ ટેકનિકલ સહયોગ આપશે, તેમ જાહેર થયું છે.

ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત માહિતી કમિશનરની કચેરી અને સંચાર ક્ષેત્રની દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા માઈકા વચ્ચે મહત્ત્વપૂર્ણ સ્ર્ેં પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. માહિતી કમિશનરની કચેરીમાં માહિતી કમિશનર કે. એલ. બચાણી અને માઈકા વતી એસોસિએટ ડીન પ્રોફેસર સુરેશ મલોડિયા તેમજ સીડીએમસી-માઈકાના ચેર ડો. મનીષા પાઠક શેલત  દ્વારા સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ અવસરે કમિશનર કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કે, માહિતી અને પ્રસારણ વિભાગ અને  માઈકા વચ્ચેના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત સરકારની પબ્લિક કમ્યુનિકેશન ઇકો-સિસ્ટમ વધુ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે માઈકાની તાલીમથી માહિતી અધિકારીઓ વધુ લોકભોગ્ય ભાષામાં માહિતી પહોંચાડી શકશે.

માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા-વર્ધન માટે આ સ્ર્ેં કરવામાં આવ્યા છે. માઈકાના નિષ્ણાતો માહિતી વિભાગના અધિકારી-કર્મચારીઓ માટે વિશેષ ઇન્ટરેક્ટિવ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.

સીએમડીસી-માઈકાના ચેર ડો. મનીષા પાઠક શેલતે આ સંદર્ભે જણાવ્યું હતું કે, આ એમઓયુ શિક્ષણ જગત અને સરકાર વચ્ચે કમ્યુનિકેશન, મીડિયા, રિસર્ચ અને જાહેર જોડાણની ક્ષમતાઓને મજબૂત કરવા માટેની એક મહત્વપૂર્ણ ભાગીદારી છે. આ સહયોગથી માઈકા સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન, કન્ઝ્યુમર ઇનસાઇટ્સ, ડિજિટલ મીડિયા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પોતાની નિપુણતાનું યોગદાન આપશે. અમારો દૃઢ વિશ્વાસ છે કે આ ભાગીદારી નાગરિક-કેન્દ્રી અને નવીન સંચાર પહેલોના નિર્માણમાં મદદરૂપ સાબિત થશે, જે ગુજરાત સરકાર અને સમગ્ર સમાજ બંને માટે સકારાત્મક પ્રભાવ ઊભો કરશે.

આ એમઓયુ અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક કમ્યુનિકેશન પ્રવાહોથી અવગત કરાવવા ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટ્રેટેજી, સ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટ, સોશિયલ મીડિયા આઉટરીચ, આર્કાઇવિંગ અને ડોક્યુમેન્ટેશન, મીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસી, લીડરશીપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.

માહિતી કમિશનરની કચેરી હેઠળ કાર્યરત ઈલેક્ટ્રોનિક મીડિયા ભવન, સે-૧૬ ખાતે સ્ટુડિયો સ્થાપિત કરવા માટે પણ માઈકા જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.

માઈકા અને માહિતી -પ્રસારણ વિભાગ વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બનાવવા સ્પેશિયલ રિલેશનશિપ મેનેજરની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જ્ઞાનના આદાન-પ્રદાન માટે માઈકાના નિયુક્ત ફેકલ્ટી સભ્ય સરકારી કચેરીમાં યોજાતી માસિક સમીક્ષા બેઠકમાં પણ ભાગ લેશે. આમ, માઈકા ગવર્મેન્ટ કમ્યુનિકેશનને વધુ અસરકારક બનાવવામાં સહયોગી બનશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh