Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા યોજાયેલા કેમ્પમાં ૨૫૨ નાગરિકોનું રકતદાન

જનપ્રતિનિધિઓ, અગ્રણીઓ, નેતાગણ, વિવિધક્ષેત્રોના અગ્રણીઓ, સમાજના શ્રેષ્ઠીઓ, ધારાશાસ્ત્રીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: જામનગર શહેરના પ્રતિષ્ઠિત પરિવારના ટ્રસ્ટો શ્રી એચ.જે. લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ. હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિ પ્રસંગે પરંપરાગત રીતે વર્ષોથી ૨કતદાન યજ્ઞની માનવ સેવા પ્રવૃત્તિ નિયમિત રીતે કરવામાં આવે છે.

આ વર્ષે ગત ગુરૂવારે શહેરમાં પંચેશ્વર ટાવર પાસે મોદી લોહાણા મહાજનવાડીમાં આયોજન કરાયેલ રકતદાન યજ્ઞમાં ૨૫૨ નાગરિકોએ માનવ સેવાના યજ્ઞમાં સહભાગી બનીને રકતદાન કર્યું હતું. જો કે એ પછી પણ અનેક રક્તદાતાઓ આવ્યા હતાં પરંતુ સમય મર્યાદાના કારણે તેઓની ઈચ્છા પૂરી નહીં કરી શકવા બદલ આયોજક સંસ્થાના ટ્રસ્ટી જીતુભાઈ લાલે દિલગીરી વ્યકત કરી આભાર માન્યો હતો.

આ રક્તદાન યજ્ઞમાં શહેરના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા તથા આયોજક સંસ્થાઓના મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઈ લાલ અને ટ્રસ્ટી જીતુભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, જામનગર શહેર ભાજપ અધ્યક્ષા બીનાબેન કોઠારી, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, મનપા શાસક પક્ષ નેતા આશીષ જોશી, દંડક કેતન નાખવા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓ.બેંકના મેનેજીંગ ડિરેકટર ધરમશીભાઈ ચનીયારા, ડાયરેકટરો પ્રવિણસિંહ ઝાલા, જીવણભાઈ કુંભરવડીયા, જામનગર માર્કેટીંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, જામનગર કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઈ ડાંગર, જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી (સાબુવાળા), ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, બાલા હનુમાન મંદિરના ટ્રસ્ટી પાર્થભાઈ પંડયા, વેપારી અગ્રણીઓ રમણીકભાઈ અકબરી, કિરીટભાઈ મહેતા, વજુભાઈ પાબારી, ભરતભાઈ મોદી (ભાટીયા), તુલસીભાઈ ગજેરા, વિજયભાઈ શેઠ, સુધીરભાઈ વછરાજાની, શહેર ભાજપ પૂર્વ અધ્યક્ષ અશોકભાઈ નંદા, પૂર્વ મેયર સનતભાઈ મહેતા, ક્ષત્રિય અગ્રણી નવલસિંહ જાડેજા (ફગાસ), કસ્ટમ અધિક્ષક (નિવૃત્ત) રાજુભાઈ રાયઠઠ્ઠા, જામનગર પત્રકાર મંડળના પ્રમુખ ગિરીશભાઈ ગણાત્રા, નોબત દૈનિકના દર્શકભાઈ માધવાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, પ્રચાર-પ્રસાર મંત્રી પાર્થભાઈ સુખપરિયા અને વિનુભાઈ સોમૈયા, ભરતભાઈ મોટાણી, નિતીનભાઈ ગણાત્રા, મિતેશભાઈ પંચમતિયા, ભરતભાઈ દવે, કાનભાઈ આંબલીયા અને દિલીપભાઈ આહિરના હસ્તે દિપ પ્રાગ્ટય કરવામાં આવ્યું હતું.

શહેરમાં અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરતી સાથે સામાજિક-શૈક્ષણિક અને પર્યાવરણ ક્ષેત્રે સતત કાર્યશીલ શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન આયોજીત આ માનવ સેવાના કાર્યમાં શહેરના મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા સરકારી વિકલ જમનભાઈ ભંડેરી, ગોવા શિપ યાર્ડના ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, મનપાના વિપક્ષી નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા તેમજ રાજકિય અગ્રણીઓ શહેર ભાજપ મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, ન.પ્રા.શિ. સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, ડિસ્ટ્રીકટ બેન્કના ડાયરેક્ટર મેરગભાઈ ચાવડા, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષો નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી અને ઈન્ડિયન રેડકોર્સ સોસાયટી જામનગરના ચેરમેન ડો. અવિનાશભાઈ ભટ્ટ, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ડો.મધુભાઈ ગોડલીયા, ઉપરાંત વેપારી સંસ્થાઓ અને સામાજિક શહેરની વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનો જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, ધી સિડઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મહેતા, લહેરીભાઈ રાયઠઠ્ઠા, લોહાણા મહાજનના હોદેદારો મનોજભાઈ અમલાણી, અનીલભાઈ ગોકાણી, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, રમેશભાઈ રૂપારેલ, અને સમસ્ત હાલાર લોહાણા મહાજનના ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ(ઓખા), આર.એસ.એસ.ના ગિરીશભાઈ બુધ્ધદેવ, વ્રજલાલ પાઠક, તથા વેપારી અગ્રણીઓ ધીરૂભાઈ કારીયા, શ્રેણીકભાઈ મહેતા, અરવિંદભાઈ મહેતા, ધીરૂભાઈ પણસારા, અજયભાઈ સ્વાદીયા, ઓમપ્રકાશ દુદાણી, દિનેશભાઈ મારફતીયા, ભીખુભાઈ મોરઝરીયા અને કડીયા સમાજના પ્રમુખ નવીનભાઈ લાખાણી વગેરે પણ માનદસેવાના યજ્ઞમાં સાક્ષી બન્યા હતા.

આ ઉપરાંત શહેરના પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનીક મીડિયાના પત્રકારો જેમાં આજકાલ દૈનિકના ન્યુઝ એડીટર તારીક ફારૂક ખાન (પપ્પુ ખાન), સાંજ સમાચારના નિવાસી તંત્રી ડોલરભાઈ રાવલ, જીટીપીએલના જયેશભાઈ રૂપારેલીયા, લોકવાત પરિવારના વિજયસિંહ ચૌહાણ, એબીપી અસ્મીતાના રવિભાઈ બુદ્ધદેવ, સંદેશ દૈનિકના જયદિપભાઈ પુરોહીત, ગુજરાત સમાચારના સંજયભાઈ આઈ. જાની, નોબત દૈનિકના પી.ડી.ત્રિવેદી, આજકાલ દૈનિકના હિરેનભાઈ ત્રિવેદી અને પારસભાઈ સાહોલીયા, અર્થાત ન્યુઝના જગતભાઈ રાવલ, સાંજ સમાચારના સંજયભાઈ એમ. જાની, નોબત પરિવારના નિરવભાઈ માધવાણી અને કિશોરભાઈ રાજાણી, જામનગર મોર્નીંગ ન્યુઝના પાર્થ નથવાણી, પ્રજાનો સુરના રમેશભાઈ કટારમલ તેમજ શહેરના જુદા જુદા વોર્ડના કોર્પોરેટરો કેશુભાઈ માડમ, ધર્મરાજસિંહ જાડેજા, ગોપાલભાઈ સોરઠીયા, અરવિંદભાઈ સભાયા, હકાભાઈ ઝાલા, સુભાષભાઈ જોશી, પરાગભાઈ પટેલ, અલ્કાબા જાડેજા, પ્રભાબેન ગોરેચા, કુસુમબેન પંડયા, અમીતાબેન બંધીયા, તૃપ્તીબેન ખેતીયા, અલ્તાફભાઈ ખફી, અસલમભાઈ ખીલજી તેમજ પૂર્વ કોર્પોરેટરો મનસુખભાઈ ખાણધર, જયેશભાઈ લખીયર, આકાશભાઈ બારડ, રીટાબેન ઝીંઝુવાડીયા, આનંદભાઈ ગોહીલ, યુસુફભાઈ ખફી, સહારાબેન મકવાણા, અકબર ખફી, ક્રિષ્નાબેન દવે, નટુભાઈ રાઠોડ, જવાહરભાઈ કેશરીયા તેમજ બાબુભાઈ ચાવડા, વિશાલભાઈ ત્યાગી, કે.જી. કનખરા, જીતુભાઈ ચોવટીયા, મનદિપસિંહ જાડેજા, ભુરાભાઈ ખફી, એ.ટી. અત્તરવાલા, તોસીફખાન પઠાણ, મહિપાલસિંહ જાડેજા, ઈકબાલ ખફી (ઈકાભાઈ), મહમદ ઈકબાલ, ઝાકીરભાઈ પટણી, હાજી હુશેન ખફી અને વકીલો ભરતભાઈ ગોંદીયા, હેમલભાઈ ચોટાઈ, રાજેશભાઈ ગોસાઈ, ચાંદનીબેન પોપટ, આરીફભાઈ ગોદર, અબ્દુલભાઈ શમા સાથે જામનગર શહેર ભાજપના જુદા જુદા વોર્ડના પ્રમુખો અકબરભાઈ કકકલ, નરેનભાઈ ગઢવી, નરેશભાઈ ધવલ, બ્રિજેશભાઈ વોરા, દિનેશભાઈ ચૌહાણ, મોહિતભાઈ મંગે તેમજ પૂર્વ વોર્ડ પ્રમુખો પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, વિજયસિંહ ગોહીલ, દિપકભાઈ વાછાણી, દિપકસિંધ ચૌહાણ, ભાવેશભાઈ કોઠારી, રાજુભાઈ નાનાણી, વેલજીભાઈ નકુમ, રઉફભાઈ ગઢકાઈ, મુકેશભાઈ વસોયા, જયેશભાઈ ઢોલરીયા, ધનજીભાઈ કછેટીયા, દીલીપભાઈ જોઈશર તથા લાલ પરિવારના શુભેચ્છકો અને મિત્રો દિપકભાઈ લાલ, વિનુભાઈ પાબારી, એડવોકેટ સંજયદાન ગઢવી, ભરતભાઈ લાલ, અમીતભાઈ કારીયા (બીલ્ડર), અજયસિંહ ચુડાસમા, મનીષભાઈ ઠાકર, અશોકભાઈ વડેરા, અમીતભાઈ વોરા, અજયભાઈ કોઠારી, જીગરભાઈ માડમ, દિનેશભાઈ ઠાકુર, રાજુભાઈ સોની, જયપાલસિંહ ઝાલા, બળુભા જાડેજા, વિજયભાઈ રાજયગુરૂ, રાજુભાઈ વ્યાસ (મહાદેવ), જસ્મીનભાઈ ધોળકીયા, હાતીમભાઈ ગાંધી, દિનેશભાઈ તન્ના, ઘનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ આશર, ચંદ્રેશભાઈ કામદાર, સૌરભભાઈ વોરા, રાજુભાઈ ભરવાડ, કપીલભાઈ ચંદ્રાવડીયા, ડો. હિતેશભાઈ જોશી, સહદેવસિંહ ચુડાસમા, અમીષભાઈ શાહ, મુબારકભાઈ મંધરા ઉપરાંત જામનગર જિલ્લા સહકારી બેંકના અલ્પેશભાઈ મોલીયા, નિકુલસિંહ જાડેજા, આનંદભાઈ ડાંગર, શહેરની જલારામ જયંતી મહોત્સવ સમિતિના સૌરભભાઈ બદીયાણી તથા સદસ્યો અને રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના માધવ સુખપરિયા તથા સદસ્યો તેમજ શહેરના રાજકીય કાર્યકરો દિનેશભાઈ રબારી, બીમલભાઈ સોનછાત્રા, ભૌમીકભાઈ છાપીયા, નગીનભાઈ ખીરસરીયા, દર્શનભાઈ ત્રિવેદી, અનવરભાઈ સંઘાર, વિશાલભાઈ લાખાણી, દેવેનભાઈ જોશી, ભરતભાઈ પરમાર, ચીનાભાઈ છોટાઈ, ગજેન્દ્રસિંહ જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમા, પારસભાઈ ભોજવાણી, ચંદુભાઈ ઢાપા, જીતુભાઈ મકવાણા, ભરતભાઈ ભટ્ટી, ભદ્રેશભાઈ ચંદારાણા, અશ્વીનભાઈ રાયઠઠ્ઠા, હરીશભાઈ નંદા, નિશાંતભાઈ અગારા, સંજયભાઈ દાઉદીયા, ગુલાબસિંહ જાડેજા, રવિરાજસિંહ જેઠવા, રાજદિપસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા, અજયભાઈ વાઘેલા, પ્રવિણભાઈ કબીરા, જીવાભાઈ વાઘેલા, મધુભાઈ વાળા, હરીશભાઈ ચૌહાણ, મહેશભાઈ ચૌહાણ, અતુલભાઈ પ્રજાપતિ, સીદી ઈકબાલભાઈ કોન્ટ્રાકટર, કમલેશભાઈ તન્ના, રજાકભાઈ ગવલી, રાજુભાઈ વાકાણી, ચેતનભાઈ અનડકટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ રકતદાન યજ્ઞ શહેરની જી.જી. હોસ્પિટલના સહકારથી યોજાયો હતો જેને સફળ બનાવવા માટે લાલ પરિવારના બન્ને ટ્રસ્ટના કાર્યકરો અજય કોટેચા, વિરાજ કાનાબાર, શનિ પરમાર, જીતુભાઈ નથવાણી, પરિમલ ચૌહાણ, હર્ષ આશર, મીત પટેલ, ચંદ્રેશભાઈ મહેતા, અકરમ સુમરા, અખ્તર મીયાવા, રાજુભાઈ પોપટ, કવન તન્ના, રાજુભાઈ ચંદારાણા, વિવેક નેપાળી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh