Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજીટલ ન્યુઝ દ્વારા ગૃહમંત્રીને પણ રજૂઆત
જામનગર તા. ૨૦: દેશના કોઈપણ રાજ્યમાં પત્રકારો પર ખોટા કેસ થશે તો જવાબદારી જે તે રાજ્યના ડી.જી.પી.ની રહેશે, તેવો સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હોવાનું જાણવા મળે છે.
તાજેતરમાં દેશની સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ થયું છે કે, દેશમાં અનેક પત્રકારો સામે કેસો ખોટી ફરિયાદો પર આધારીત હોય તથા સરકારી અધિકારી કર્મચારી કે પદાધિકારીના ભ્રષ્ટાચાર ખુલ્લા પાડતા પત્રકારોને ખોટી રીતે કનડગત કરવા ખોટી ફરિયાદો થતી હોય ફેડરેશન ફોર કોમ્યુનિટી ઓફ ડિજીટલ ન્યૂઝ દ્વારા આ બાબતે ગૃહમંત્રીશ્રી અમિત શાહને રજુઆત થયેલી.
સુપ્રિમ કોર્ટમાં પણ તે અંગે સુનાવણી થતાં સુપ્રિમ કોર્ટ દ્વારા જો કોઈ પત્રકારો પર કોઈ ખોટી ફરિયાદના આધારે ખોટો કેસ કરવામાં આવશે તો જે તે રાજ્યના ડી.જી.પી. આ માટે જવાબદાર રહેશે તેવું સ્પષ્ટ જણાવીને જીવના જોખમે પત્રકારીત્વની ફરજ બજાવતા પત્રકારો માટે ખાસ ચુકાદો જાહેર કર્યો છે. જેનો દેવભૂમિ દ્વારકાના પત્રકાર વર્તુળોમાંથી આવકાર મળી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial